રાજ્ય પરીક્ષા બોર્ડના દસમા અને બારમાનાં પરિણામો આવી ગયાં છે. બારમા ધોરણમાં 93 ટકા અને દસમા ધોરણમાં 83 ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. ‘‘નાપાસ થવાથી ગભરાવું નહિ, એક પરીક્ષામાં નાપાસ એટલે જીવનમાં કાયમી ધોરણે નિષ્ફળતા નહિ’’ -આવું આશ્વાસન કોને આપવું તે પ્રશ્ન છે. પહેલાં વિદ્યાર્થીઓ-વાલીઓ ફરિયાદ કરતા કે પેપર બરાબર તપાસ્યું નથી માટે અમે નાપાસ થયા. હવે કોઈ બોલતું નથી કે તપાસવામાં ભૂલ થઈ છે કે શું? આપણે પાસ ક્યાંથી થયા!’’
વાત હળવાશથી થાય પણ સ્થિતિ હળવાશથી લેવા જેવી નથી. છેલ્લાં વર્ષોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જે રીતે સૌને સામુહિક ઉત્તીર્ણ કરે છે. તેમાં બોર્ડ પોતે જ નાપાસ થાય છે! પ્રશ્ન તો એ છે કે બોર્ડ દ્વારા પરીક્ષા લેવી જ શા માટે! આના કરતાં તો શાળાઓ વધારે આકરા માપદંડોથી મૂલ્યાંકન કરે છે! શું બોર્ડ પરીક્ષાનો આખો હાઉ! સાત ટકાને નાપાસ કરવા ઊભો કરવાનો!
બોર્ડની પરીક્ષાનું સો ટકા રીઝલ્ટ ન આવે તેવો કોઈ નિયમ નથી! અને ઊંચાં પરિણામ આવે એટલે બોર્ડ પરીક્ષાની કોઈ જરૂર નથી એમ છેલ્લે પાટલે પણ ન બેસાય. પછી, ઊંચાં પરિણામ સાથે સમાજમાં ઊંચી સમજણવાળા, યોગ્ય ગુણવત્તાવાળા વિદ્યાર્થી દેખાવા જોઈએ. કેટલાંક ગ્રામીણ અને નાનાં સેન્ટરોમાં સો ટકા પરિણામ આવ્યું છે જે અપેક્ષિત અને આનંદદાયક છે કારણ કે ત્યાં પ્રજા જાગૃતિ, શાળાના શિક્ષણની નિયમિતતા વગેરેનો આપણને અનુભવ છે.
આનાથી તદ્દન વિરુધ્ધ કેટલાક જિલ્લા, પ્રદેશમાં પરીક્ષાની અનિયમિતતા નજરોનજર જોઈ છે. રોજિંદા જીવનમાં શૈક્ષણિક પ્રવાસમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળાના શૈક્ષણિક અભિગમનો રૂબરૂ અનુભવ કરેલો છે. ખાસ તો ઉચ્ચ શિક્ષણ અને કોલેજમાં છેલ્લાં વર્ષોમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમનો રોજિંદો અનુભવ એ વાતનું પ્રમાણ છે કે આ વિસ્તારોમાં શિક્ષણ ખાડે ગયું છે. શાળાકીય શિક્ષણ સંસ્થાઓ જ્ઞાતિવાદથી ખદબદે છે અને બાળકોને યેનકેન પ્રકારે પાસ કરી ધકેલવામાં-દોઢ સો ચાલે છે. આ લેખમાળામાં અગાઉ આપણે ઉલ્લેખ કરી જ ગયા છીએ કે ભારતમાં એક બાજુએ ખાનગીકરણને કારણે શાળા-કોલેજોનો રાફડો ફાટ્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી શાળા-કોલેજો સ્થપાઈ છે. સામે પક્ષે વસતિ વૃધ્ધિનો દર ઝડપથી ઘટી રહ્યો છે. ભારત અતિ વસતિવાળો દેશ છે તે સાચું પણ ‘નવો વધારો’ ખૂબ ધીમો છે. શહેરી અને શિક્ષિત વર્ગમાં તે સાવ ઘટી ગયો છે. એટલે શાળાઓ અને કોલેજોને વિદ્યાર્થી સંખ્યા મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.
શિક્ષણ ક્ષેત્રે પડેલા વેપારીઓ આ વાત ક્યારની સમજી ચૂક્યા છે. વર્ષો પહેલાં એજિંનિયરીંગ-કોલેજોની સીટો ભરવા સાયન્સમાં એ સ્ટ્રીમ અને બી સ્ટ્રીમ કર્યું. બી.એડ.માં 70 ટકા એ પ્રવેશ મળતો ન હતો તે 45 ટકાને પણ મળતો થઇ ગયો.
પછી દસમા-બારમામાં અભ્યાસ ક્રમ હળવા કરવામાં આવ્યા. પરીક્ષા પધ્ધતિ બદલવામાં આવી, પ્રશ્નપત્રનું માળખું હળવું કરવામાં આવ્યું અને ગત વર્ષે તો રીતસર સૂચના આપવામાં આવી કે વિદ્યાર્થી જે જવાબ લખે છે તેનો ‘‘ભાવ’’ સમજીને માર્કસ આપવા. લાગે છે શિક્ષકો આ ‘‘ભાવ’’ સમજી ગયા. ટૂંકમાં ગમે તે કરે વિદ્યાર્થીઓને પાસ કરો જેથી અમારી શાળા-કોલેજોને પૂરતો માલ મળી રહે! ઊંચાં પરિણામ આનંદનો, અભિનંદનનો વિષય હોવા છતાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં કામ કરનારા સૌ ને આ પરિણામો ચિંતામાં મૂકનારાં છે. ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજોનાં પરિણામો તો ક્યારનાંય અતાર્કિક રીતે ઊંચાં આવી રહ્યાં જ છે. બોર્ડની પરીક્ષાઓ થોડી વ્યવસ્થિત થાય છે માટે બોર્ડ પરીક્ષા માટે થોડી આશા હતી. જેમાં નિરાશા જ સાંપડી છે.
આ ઊંચાં પરિણામોનું એક બીજું લક્ષણ એ છે કે ખૂબ સારા ટકાએ પાસ થનારાં તો ઓછાં જ છે! મતલબ કે સારી લાઈન માટે સ્પર્ધા ઓછી જ છે! મધ્યમ ટકાવારીવાળાં વિદ્યાર્થી વધારે છે. જે મૂળભૂત રીતે સેલ્ફ ફાયનાન્સનો માર્ગ મોકળો કરે છે. પોતાનું બાળક નાપાસ થાય કે સાવ ઓછા ટકા આવે તો વાલી તેને ઊંચા વ્યાવસાયિક કોર્ષમાં દાખલ કરવાનો વિચાર છોડી દે. પણ 65 થી 75 ટકા આવે તો ખર્ચ કરીને પણ તેના ભવિષ્ય માટે વિચારે! એટલે સેલ્ફ ફાયનાન્સ શાળા-કોલેજો જ પસંદ કરવી પડે!
જો તમે ઊંચા કૂદકાની સ્પર્ધામાં 6 ફૂટે અવરોધ મૂકો તો કૂદનારા ઓછા અને ખૂબ પ્રયત્ન પછી સફળ થનારાં હોય. પણ બે ફૂટે જ અવરોધ હોય તો કોઈ પણ તે કૂદી જાય! શિક્ષણમાં મૂલ્યાંકનના માપદંડો અને પરીક્ષણની પધ્ધતિઓ માફકસરની હોવી જરૂરી છે. આપણે વિદ્યાર્થીને નપાસ જ નથી કરવો. પાસ કરવો છે. પણ પાસ થાય તેમ હોય તો જ! એક તો સો માર્કસની પરીક્ષામાં 36 માર્ક જ પાસ ગણાય માટે 64 ટકા તો ન આવે તો પણ ચાલે!
એમાંય 10 માર્કસ સુધી કૃપાગુણ અપાય એટલે વિદ્યાર્થીએ લાવવાના રહે માત્ર 25 થી 26. આ 25 થી 26 પણ જોડકા, ખાલી જગ્યા, બહુ વિકલ્પ, ટૂંકા પ્રશ્નોથી મળે… જવાબ સાચો ન હોય પણ ‘‘ભાવ’’ સાચો હોય તો માર્ક મળે! આમાં વિદ્યાર્થીના જ્ઞાન, આવડત, સમજણનું મૂલ્યાંકન ક્યાંથી થાય? આમ તો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. બોર્ડની પરીક્ષાનાં વર્ષોમાં ટ્યુશન, પ્રશ્નપત્રો લખી જવાની તાલીમ, પરિવારની સંભાળ વધતા જાય છે.
એટલે પહેલાં કરતાં પરિસ્થિતિ સુધરી જ છે. શાળાઓ પણ પરીક્ષાલક્ષી તૈયારી કરાવે છે. વિદ્યાર્થીઓ પણ પરીક્ષા માટે થોડાં વધારે સતર્ક થયાં છે. એટલે પરિણામ સાવ જ નીચા આવે તે શક્ય જ નથી! પણ તે વાજબી રીતે ઊંચા આવવા જોઈએ. સમાજ શિક્ષિત થતો જાય, વધુ ને વધુ ગુણવત્તાવાળો થતો જાય એ સૌ ને ગમે જ! પણ લખતાં-વાંચતાં પણ ન આવડતું હોય તે બારમા ધોરણમાં પંચાવન ટકાએ પાસ થઈ જાય ત્યારે ધૂમકેતુના વિનિપાતનું વાક્ય ‘‘પડે છે ત્યારે સઘળું પડે છે’’- યાદ આવ્યા વગર રહેતું નથી. આ ઊંચાં પરિણામો આપતાં પરીક્ષણનાં નબળાં ધોરણોનું પરિણામ છે તે ચોક્કસ વાત છે!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.