પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રને સંબોધન કરશે. ઓપરેશન સિંદૂર પહેલા અને પછી વડાપ્રધાન મોદી સતત સેનાના અધિકારીઓ અને રક્ષા મંત્રી સાથે બેઠક યોજી રહ્યાં છે. આજે વહેલી સવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સેનાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી અને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ સરહદ પર શાંતિ જોવા મળી. દરમિયાન દિલ્હીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય લશ્કરી વડાઓ, સીડીએસ અનિલ ચૌહાણ, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે બેઠક યોજી હતી અને પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. જણાવી દઈએ કે પીએમ મોદીએ 7 મે ના રોજ રાત્રે ઓપરેશન સિંદૂરનું સતત મોનિટરિંગ કર્યું હતું.
પાકિસ્તાન સાથે 51 કલાકના યુદ્ધવિરામ પછી પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ પછી ત્રણેય સેનાના ડીજીએમઓ છેલ્લા ત્રણ દિવસથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આજે પીએમ ઓપરેશન સિંદૂર અને તે પછીની પરિસ્થિતિ વિશે માહિતી આપી શકે છે.
બીજી તરફ ત્રણેય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂરની પોતાની કામગીરીની માહિતી આપી હતી. એર માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું હતું કે આપણા બધા લશ્કરી થાણા અને બધી સિસ્ટમો કાર્યરત છે. એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું, “હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આપણા બધા લશ્કરી થાણાઓ અને બધા સાધનો અને સિસ્ટમો કાર્યરત છે અને જો જરૂર પડે તો તેમના આગામી મિશન માટે તૈયાર છે.”