એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ પર 357 કરોડના ખર્ચે ચાલી રહેલા ડેવલપમેન્ટના કામો અંગે ટ્વીટ કરી માહિતી આપી છે કે સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ પર આધુનિક સુવિધાઓ આપવા માટેના કામો ચાલી રહ્યાં છે.
આગામી દિવસોમાં 20 ચેક ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ અને કન્વેયર બેલ્ટસની સુવિધા ઉપરાંત 475 કાર પાર્કિંગ અને 23 પાર્કિંગ બેસની સુવિધા આપવામાં આવશે. તે ઉપરાંત પેરેલલ ટેક્સી વેનું કામ પણ નિર્માણધીન છે. 25.5 હજાર સ્કેવર મીટર એરીયામાં 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરી શકાય તેવી સુવિધાઓ માટેના કામ પણ ચાલી રહ્યાં છે.
ફ્રાંસના પર્યાવરણ મંત્રી સુરત એરપોર્ટની સુવિધા અને સરભરાથી ખુશ થયા
1 ફેબ્રુઆરીના રોજ સુરતની મુલાકાતે આવેલા ફ્રાંસના પર્યાવરણ મંત્રી ર્બાબરા પોમ્પીલી સુરત એરપોર્ટની સુવિધા અને સરભરાથી ખુશ થયા હતા. સુરત એરપોર્ટની સુવિધાઓથી ખુશ પર્યાવરણ મંત્રી મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ કચેરીના કોન્સલ જનરલ સોનિયા ર્બાબરીએ સુરતના એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીને પત્ર લખી આભાર વ્યકત કર્યો છે. ખાસ કરીને એરપોર્ટના ચિફ સિક્યુરિટી ઓફિસરનો પણ તેમણે આભાર માન્યો હતો.