સુરત: શહેરમાં હાલમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રચાર પ્રસારમાં કોરોનાને જાણે ભૂલી ગયા છે અને કોવિડ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું નથી. સાથે જ લગ્નસરાની સીઝન પણ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં પણ લોકો માસ્ક નથી પહેરી રહ્યા. જેથી શહેરમાં ફરીવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. એક સમયે કાબુમાં આવી ચુકેલા કોરોનાનું સંક્રમણ ફરીવાર વધી રહ્યું છે.
મંગળવારે શહેરમાં વધુ 41 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 40,003 પર પહોંચ્યો છે, પરંતુ મૃત્યુઆંક હાલમાં કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં એક પણ મોત નોંધાઈ રહ્યું નથી. મંગળવારે શહેરમાં વધુ 26 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 38,926 દદર્ીઓ સાજા થયા છે. રિકવરી રેટ 97.31 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 06
વરાછા-એ 01
વરાછા-બી 01
રાંદેર 09
કતારગામ 06
લિંબાયત 02
ઉધના 05
અઠવા 11