Charchapatra

I.P.L.સત્વરે બંધ કરવી જરૂરી છે

જયારે અમદાવાદના ન.મો. સ્ટેડિયમને નિશાન બનાવવાનો સંદેશો આવતો હોય, તેમ જ IPL રમત પર હુમલો કરવાનો સંદેશો આવતો હોય ત્યારે આવા સમયે આ રમત સત્વરે બંધ કરવી જરૂરી છે આ અંગે  I.C.C. એ ત્વરિત નિર્ણય લઇ IPL રમત બંધ કરવી જોઈએ. એ જ રીતે હાલમાં ડેડિઝ મેચની ટુર્નામેન્ટ ચાલે છે જે પણ તાકીદે બંધ કરવી જરૂરી છે. મેચ ચાલુ રાખી હાલ સીકયુરિટી. તહેનાત કરવામાં આવી છે. પરંતુ હજારો પ્રેક્ષકોમાં કયાં કેટલું ચેકિંગ શકય છે? વળી આટલા ખાતર આપણી આજ સીકયુરિટી હાલના તનાવયુકત માહોલમાં આવી સામાન્ય રમત માટે રોકવી શું યોગ્ય છે?

પાકિસ્તાની સૈનિકોને કે આતંકવાદીઓને કોઇ નીતિ-નિયમ નડતાં નથી. હાલના આતંકવાદીઓએ ધર્મ પૂછી બેરહેમીથી નિર્દોષ પર્યટકોને માર્યાં. ત્યાર બાદ ઓપરેશન સિંદૂરથી ભારત દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ કાશ્મિર એલઓસી સરહદ પર નિર્દોષ 14 નાગરિકોની હત્યા કરવામાં આવી ત્યારે આવા સંજોગો આ રમતો હાલ પૂરતી સ્થગિત કરી અનેક નિર્દોષોને તથા તેમનાં અસંખ્ય વાહનોને બચાવી શકાય, કેમ કે દુશ્મનના દિમાગમાં બદલો લેવા સિવાય કોઇ નીતિ-નિયમો છે જ નહીં.
અમરોલી          – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સોશ્યલ મિડિયા ફ્રેન્ડશીપથી સાવધાન
હાલમાં જ પીપલોદ બનેલી એક ઘરમાં એક શિક્ષિત મહિલાની સોશ્યલ મિડિયા દ્વારા એક યુવક સાથે મિત્રતા થઇ હતી અને પછી વિશ્વાસ સંપાદન કરી અને પાંચ લાખ રૂપિયાની અરજન્ટ જરૂર છે. મારા ખાતામાં ટ્રાન્સફર આપો એમ કહી પાંચ લાખ ખાતામાં જમા લઇને ઉપાડી લીધા હતા અને વિશ્વાસઘાત કર્યો હતો. પોલિસે છેતરપિંડીનો કેસ નોંધી તે વ્યક્તિની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આ અગાઉ પણ સોશ્યલ મિડિયા મિત્રતા નામે સુરતની અનેક મહિલાઓ આર્થિક ફ્રોડનો શિકાર બની ગઇ છે.હવે સુરતની યુવતીઓ અને મહિલાઓ આવા ફ્રોડ સોશ્યલ મિડિયાના ફ્રેન્ડોથી જાગૃત અને હોંશિયાર રહેવું જરૂરી બન્યું છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top