વલસાડ: (Valsad) વલસાડના શાકભાજી માર્કેટમાં એક યુવાન મોર્નિંગ વોક પર તેના પાલતુ કૂતરાને (Pet dog) લઈ નીકળ્યો હતો. ત્યારે કૂતરો ભસતાં ગાયો વિફરી હતી અને યુવાન ઉપર તૂટી પડી હતી. યુવાનને ગાયોના ટોળાંથી બચાવવા શાકભાજી માર્કેટમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. જેનાં દૃશ્યો સામે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. આ ઘટનાને પગલે શાકભાજી માર્કેટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પાલતું કૂતરો અને તેના યુવાન માલિક (Owner) સાથે ગાયોના (Cow) ટોળાંની મારામારી જોતાં આસપાસના વેપારીઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા. યુવાનને બચાવવા શાકભાજી માર્કેટના વેપારીઓ લાકડાં લઈને આવી પહોંચ્યા હતા. તેઓ ગાયને મારવા લાગતાં ગાયો ફરી વિફરતાં માર્કેટના તમામ વેપારીઓને ભગાડી મૂક્યા હતા.
વલસાડના શાકભાજી માર્કેટમાં જ્યોતિ હોલ પાસે મંગળવારે સવારે એક યુવાન તેના પાલતું કૂતરાને લઈને વોક પર નીકળ્યો હતો. ત્યારે ગાયનું ટોળું રસ્તામાં હોવાથી તેને જોઈને કૂતરો જોરશોરથી ભસવા લાગ્યો હતો. કૂતરાના ભસવાથી તમામ ગાયો વિફરી હતી. પાલતું કૂતરો અને યુવાનને મારવા માટે રોષે ભરાયેલી ગાયોનું ટોળું માર્કેટમાં દોડ્યું હતું. યુવાન પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો, અને તેને કૂતરો પણ એક કાર નીચે ઘૂસી ગયો હતો. ગાયોના ટોળાંએ પાલતું કૂતરો અને તેના માલિકને બજારની ફરતે દોડાવ્યા હતા. બાદમાં ગાયો કૂતરા પર તૂટી પડતાં તેને બચાવવા યુવાન ડોગને લઈને ભાગવા જતો હતો, ત્યારે તે નીચે પડી ગયો હતો. જેથી ગાયોનું ટોળું યુવાન પર તૂટી પડ્યું હતું.
પાલતું કૂતરો અને તેના યુવાન માલિક સાથે ગાયોના ટોળાંની મારામારી જોતાં આસપાસના વેપારીઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા. યુવાનને બચાવવા શાકભાજી માર્કેટના વેપારીઓ લાકડાં લઈને આવી પહોંચ્યા હતા. તેઓ ગાયને મારવા લાગતાં ગાયો ફરી વિફરતાં માર્કેટના તમામ વેપારીઓને ભગાડી મૂક્યા હતા. થોડા સમય બાદ ગાયોનો ગુસ્સો શાંત પડતાં ગાયોના ટોળાંથી યુવાન અને તેના પાલતું કૂતરાને માંડ માંડ બચાવ્યો હતો. યુવાનને શરીરે નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ તમામ ઘટના દુકાનની સામે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના શહેરમાં મંગળવારે ટોક ઓફ ટાઉન રહી હતી.