પાકિસ્તાન સાથે તણાવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાના તંત્રએ ચોક્કસતા અપનાવી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલાં જ જિલ્લાના પુરવઠા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ સ્પષ્ટ જણાવ્યું કે, જો કોઈ સંગ્રહખોરી કરશે કે ભાવવધારો કરશે તો તંત્ર કડક કાર્યવાહી કરશે. એવો પણ સંદેશો આપ્યો કે વેપારીઓએ જાતે જ નિયમો પાળવા જોઈએ નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે.
તંત્રએ ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, એચપીસીએલ જેવી તેલ કંપનીઓ અને વેપારીઓની સંસ્થાઓ સાથે બેઠક કરીને હાલની સ્થિતિ પર ચર્ચા કરી. હાલ પૂરતો પૂરતો સ્ટોક છે અને કોઈ પેનિક થવાની જરૂર નથી એવું પણ જણાયું છે. જાહેર જનતાને અપીલ કરાઈ છે કે ખોટી અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને જો કોઈ વેપારી માલ છૂપાવી રાખે કે વધારે ભાવે વેચે તો તુરંત તંત્રને જાણ કરે.