Charchapatra

ગેરકાયદેસર વસાહતીઓ

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ સફાળી જાગી અને ખૂબ ટૂંક સમયમાં જ લગભગ ૧૨૦૦ થી વધુ અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા ખાસ કરીને બાંગ્લાદેશી વસાહતીઓને શોધી કાઢયાં. સરકાર અને પોલીસ વિભાગને ઝડપી કાર્યવાહી બદલ અભિનંદન. આ વસાહતીઓ અનેક પ્રકારની સામાન્યથી માંડીને અતિ ગંભીર ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સામેલ હોય શકે છે. એ તો તપાસમાં બહાર આવે ત્યારે ખરૂ. આ વસાહતીઓમાં કેટલાક તો વર્ષોથી રહે છે અને બોગસ આધાર-પુરાવા-દસ્તાવેજો પણ ધરાવે છે.

આ સગવડ કેટલાક લાલચુ – લોભી સ્થાનિકો અને જવાબદારોની મદદ, સાથ-સહકાર વગર મેળવી ન જ શકે. આમ પણ ગુજરાતમાંથી બોગસ, નકલી ચીજ વસ્તુઓ વારંવાર મળી આવે છે. સૌ પ્રથમ તો ગુજરાતનાં આવા સ્થાનિકો અને જવાબદારોને પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત છે. કોઇની પણ શેહ શરમ રાખ્યા વિના એમને કડકમાં કડક સજા કરવાના પ્રયત્નો સરકાર અને પોલીસ દ્વારા થાય એ અનિવાર્ય છે. ઉપરાંત આવી મુહિમ સતત ચલાવતા રહી આરંભે સૂરાની કહેવત સરકાર અને પોલીસ વિભાગ ખોટી પાડે જેથી ગેરકાયદેસર રહેતા લોકોમાં ફફડાટ પેદા થાય અને આમજનતા અસામાજિક તત્વોથી બચી શકે.  
સુરત     – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

લાફ્ટર ઇઝ બેસ્ટ મેડીસીન
આજની વ્યસ્ત જીંદગીમાં વ્યક્તિ સ્ટ્રેટફૂલ રહેતો હોય છે. તેની દિનચર્યા રૂટીન બનતી જાય છે. તેની પાસે કુટુંબ સાથે બેસી હંસી-મજાક કરવાનો સમય નથી. વ્યક્તિના જીવનક્રમમાં હવા-પાણી-ખોરાક તથા રહેઠાણ ઉપરાંત હાસ્યની પણ જરૂર રહે છે. આ હાસ્ય થેરાપીમાં કોમેડી, નાટક, ફિલ્મ, હાસ્યરસિક કાર્યક્રમ દ્વારા વ્યક્તિ હસી લે છે. આ થેરાપીનું પ્રથમ પગથીયું છે. રમૂજી સ્વભાવ રાખો. કદાચ તમારા મિત્રો તમારા પણ હસે તો હસી લો. તમારા મહેમાનોને હંમેશા વેલકમ કરો. પ્રેમસભર સ્માઈલથી તો સામેથી પ્રત્યુત્તર પણ પોઝીટીવ મળશે. કોઇક ચર્ચામાં વિવાદ હોય તો તેના પ્રતિભાવ રૂપે માત્ર સ્માઇલ કરો. ડિક્ષનરીમાં સૌથી લાંબો શબ્દ હોય તો તે સ્માઇલ છે. કારણ બે S વચ્ચે Mile છે. તંદુરસ્ત લાંબા જીવન જીવવા માટે હસતા રહો. હસાવતા રહો. દવા કરતા પણ સ્માઈલ ખૂબ જ અસરકારક નીવડે છે.
સુરત     – દિપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top