Vadodara

સુરસાગર નજીક આવેલી મહારાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનું ધો.10નું 100 ટકા પરિણામ


ધો.12ના 43 પૈકી 40 વિદ્યાર્થીઓ પાસ થતાં 93 રિઝલ્ટ મેળવ્યું

મહારાણી કન્યા વિદ્યાલય ધો.12 (સા.પ્ર)નું 95.50% અને ધો.10નું 93.50% પરિણામ

(પ્રતિનિધિ) વડોદરા તા.8
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ ધો.10 અને 12ની પરીક્ષામાં સુરસાગર નજીક આવેલી મહારાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે ધો.12માં 93 ટકા જ્યારે ધો.10માં 100 ટકા રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.
ધો.12માં 43 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 40 વિદ્યાર્થીઓ પાસ થયા,જ્યારે ધો.10માં 42 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણ મેળવી પાસ થતાં શાળાએ 100 ટકા રિઝલ્ટ મેળવ્યું છે તથા ધો.12ના 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત મહારાણી કન્યા વિદ્યાલયે ધો.12 સામાન્ય પ્રવાહમાં 95.50 ટકા પરિણામ મેળવે છે. A1માં 6 વિદ્યાર્થિનીઓ તથા A2માં 29 વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધો.10નું પરિણામ 93.50 ટકા છે A1 ગ્રેડમાં 4 વિદ્યાર્થિનીઓ અને A2માં 23 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

ધો.10 અને 12ના તેજસ્વી તારલાઓ…

ધો.10 અંગ્રેજી માધ્યમના ટોપ-3
1) હરણ પ્રિન્સ ડી. 98.00 PR
2) શેંડે યુક્તિ એસ. 97.00 PR
3) સોલંકી હેત એ. 95.93 PR

ધો.12 અંગ્રેજી માધ્યમના ટોપ-3
1) કંસારા વૃંદા એ. 92.13 %
2) દાભાડે શિવ એમ. 91.02 %
3) કન્દોઈ શુભ એ. 90.26 %

ધો.10 ગુજરાતી માધ્યમના ટોપ-3
1) માળી શ્રદ્ધા રાજકુમાર 93 % (A1 ગ્રેડ)
2) કહાર વૈદેહી નીતિનભાઈ 92% (A1 ગ્રેડ)
3) માળી પ્રકૃતિ મનોજ 91.67 % (A1 ગ્રેડ
)

ધો.12 ગુજરાતી માધ્યમના ટોપ-3
1) કાળે બ્રિન્દા અરૂણ 94.00 % (A1 ગ્રેડ)
2) પંચાલ સૃષ્ટિ મયુરભાઈ 92.00 % (A1 ગ્રેડ)
3) ચોકસી ઝીલ સચિનકુમાર 92.00 % (A1 ગ્રેડ)

Most Popular

To Top