Vadodara

નોટાના વિકલ્પથી ઉમેદવારોને નકારવાનો પણ અધિકાર છે

        વડોદરા:  ચૂંટણી પ્રક્રિયાના એક અગત્યના અંગ તરીકે નોટા.. નન ઓફ ધી અબોવ એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ ઉમેદવાર નહિ ની પસંદગીનો વિકલ્પ ભારતના ચૂંટણી પંચે મતદારોને આપ્યો છે.

રાજ્ય ચૂંટણી પંચે પણ તેનો સ્વીકાર કર્યો છે એટલે સ્થાનિક સ્વરાજ ની હાલમાં ચાલી રહેલી ચૂંટણીઓમાં મતદારો ને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાના વિકલ્પ થી તમામ ઉમેદવારોને નકારવા નો અધિકાર આપવામાં આવ્યો છે.

સ્વાપના નોડલ અધિકારી ડો.સુધીર જોષીએ જણાવ્યું કે હાલમાં હાથ ધરવામાં આવેલી મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓમાં નોટાની માહિતી વણી લેવામાં આવી છે.

તાજેતરમાં ઓએનજીસી સ્કૂલના, રોઝરી અને મધર સ્કૂલના વિદ્યાર્થીઓ એ લઘુ નાટિકા દ્વારા નોટા ની વિગતવાર જાણકારી ખૂબ રસપ્રદ તરિકા થી આપી હતી.નોડલ અધિકારી દ્વારા પણ તેના અંગે ની જાણકારી કાર્યક્રમોમાં આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આજે તરસાલી આઇ.ટી.આઇ. અને દશરથ આઇ.ટી.આઇ. ખાતે મતદાન સંકલ્પ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ અવશ્ય મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top