Halol

હાલોલમાં જીર્ણોદ્ધાર થયેલા બળીયાદેવ મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

હાલોલ: હાલોલ નગર ખાતે જીર્ણોદ્ધાર થયેલા બળીયાદેવ મંદિરના બુધવારના રોજથી શરૂ થનાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

હાલોલ ના દાવડા વિસ્તારમાં આવેલું બળીયાદેવ મંદિર અતિ પૌરાણિક તેમજ જૂનુ અને જર્જરીત હોવાથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેજ મંદિર પરિસરની અંદર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રામ પરિવાર, રાધાકૃષ્ણ તેમજ શનિદેવના મંદિરો બનાવી ભગવાન શ્રીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે. જે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ૭મી મે બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ગણપતિ મંદિરથી બળીયાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે. ત્યારબાદ ૧૧.૦૦ કલાકે યજ્ઞનો આરંભ થશે. બપોરે ૪.૦૦ કલાકે જલાઘીવાસ સાંજે પાંચ કલાકે સંધ્યા આરતી થશે.

ગુરૂવારના રોજ સવારે ૯.૩૦ કલાકે પ્રાતઃ પૂજા શરૂ થયા બાદ દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારના રોજ સવારે પૂજા ત્યારબાદ દેવોની પ્રાણ પ્રતિષ્ઠાની બપોરે ૪.૩૦ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન શ્રી બળીયાદેવ મંદિર તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ દ્વારા કરવામાં આવ્યું છે.

Most Popular

To Top