વડોદરા: આસામમાં ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓનું ભાજપ દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનું િનવેદન કરી ટવીટ કરતા ભાજપમાં ભડકો થયો છે અને ભાજપે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે કોંગ્રેસ કાર્યાલય પર હંગામો મચાવીને કોંગ્રેસ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આસામમાં ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આસામમાં મજુરોને 167 રૂપિયા અને ગુજરાતી વેપારીઓને ચ્હાના બગીચા આપવામાં આવે છે અને ગુજરાતમાં વેપારીઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે તેવું ટવીટ કર્યું હતું. જેના પગલે ભાજપના શહેર પ્રમુખ ડો. િવજય શાહની આગેવાનીમાં વોર્ડ નં. 13 ના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે િવરોધ પ્રદર્શન કરીને રાહુલ ગાંધીની હાય હાય બોલાવી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.