Vadodara

સીપીનું ફેક એફબી એકાઉન્ટ બનાવનાર દિલ્હીથી ઝડપાયો

        વડોદરા: પોલીસ કમિશનરના નામે ફેક એકાઉન્ટ બનાવનારનું લોકેશન દિલ્હીનું ખુલવા પામતા વડોદરા સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને તેને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરી છે.

તાજેતરમાં શહેર પોલીસ કમિશનરનો ફોટો અને નામનો ઉપયોગ કરી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતુ.બોગસ એકાઉન્ટ બનાવનારે અનેક લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયાની માંગણી કરી હતી.તેથી

શહેર પોલીસ કમિશનરે ટ્વિટ કરીને વિશ્વાસ અપાવ્યો હતો કે, ટુંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે. ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે ઠગાઇ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

ત્યારે હવે એક નામાંકિત લોકોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવાના અસંખ્ય કિસ્સાઓ બની રહ્યાં છે. તાજેતરમાં જ વિધાનસભા અધ્યક્ષ અને ત્યારબાદ શહેર પોલીસ કમિશનરનું ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી અનેક લોકો પાસેથી રૂપિયાની માગણી કરાઇ હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જો કે, શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવનારનું લોકેશન દિલ્હીનું ખુલવા પામતા વડોદરા સાઇબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતે ધામા નાખ્યા હતા. આ ઠગને વડોદરા લાવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

  તા. 13 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે એકા એક અનેક લોકોને શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘના નામ અને ફોટા વાળી પ્રોફાઇલથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરનાર કેટલાક લોકો પાસેથી રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન આ બાબત શહેર પોલીસ કમિશનર અને સાઇબર ક્રાઇમના ધ્યાને આવી હતી. જેથી આ ફેસબુક પ્રોફાઇલ ફેક હોવાથી કોઇએ એક્સેપ્ટ ન કરવી તેવી જાહેર સૂચના ખુદ પોલીસ કમિશનરે પોતાના ઓરીજીનલ ફેસબુક વોલ પર કરી હતી.

આ પહેલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગસ પ્રોફાઇલ બનાવી લોકો પાસેથી રૂપિયા માગવાનો કિસ્સો સામે આવતા આ મામલે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. અને સાઇબર ક્રાઇમની ટીમે ફોન પે જેવી બેન્ક ખાતાની વિગતો દ્વારા હરિયાણાથી બે શખ્સોની ધરપકડ કરી હતી.દરમિયાનમાં શહેર પોલીસ કમિશનરનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવનારની સાયબર ક્રાઇમે દિલ્હી ખાતેથી ધરપકડ કરીને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરી છે.

જાણીતા લોકોના નામે એકાઉન્ટ બનાવનાર પાસેથી ભેદ ખુલશે

શહેર પોલીસ કમિશનરના નામનું ફેસબુક પર બોગસ એકાઉન્ટ બનાવવાના આરોપમાં ઝડપાયેલા દિલ્હીના શખ્સની પુછપરછમાં ચોકાવનારી વિગતો સપાટી પર આવે તેમ મનાઇ રહ્યું છે. આઈપીએસ, આઈએએસ અને રાજકારણીઓને ભોગ બનાવનાર ગેંગ પાસેથી અન્ય ભેદ ખુલવા પામશે.

ગુજરાત સહિત દેશભરના આઇપીએસ અને આઇએએસ સહિત કેટલાક રાજકારણીઓના ફેક્‌ એકાઉન્ટસ બનાવી આર્થિક અપરાધ ના મામલાનો સિલસિલો આગળ વધ્‍યો છે. રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ બાદ હવે વડોદરા પોલીસ કમિશનરના નામનું ફેંક એકાઉન્‍ટ બનાવી તેમના મિત્રો શુભેચ્‍છકો સાથે છેતરપિંડી થતાં પોલીસ કમિશનર ચોંકી ઉઠ્‍યા હતા.

સાઈબર નિષ્‍ણાંત એવા સી.પી. શમશેર સિંઘ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી કરી આવા સાયબર માફિયાઓનું પગેરૂં મેળવી લીધું છે. વડોદરા પોલીસની ખાસ ટીમો દિલ્‍હી પહોંચી છે અને આરોપીઓને દબોચી લીધા છે.

આ કેસમાં ગુજરાતના પણ કેટલાક શંકાના દાયરામાં છે અને તેઓ પણ તુરત ઝડપાઇ જશે તેવુ જાણવા મળે છે. પીઆઇ લેવલના અધિકારીઓ પણ શિકાર બન્યાં છે. દિલ્હીથી ઝડપાયેલી ગેંગનું ગુજરાત કનેક્‍શન છે તેઓની આગવી ઢબની પૂછપરછ દરમિયાન ઘણા અણ ઉકેલ ભેદ ખુલશે તેવું મનાઈ રહ્યુ છે. અધિકારી ઉપરાંત સામાન્ય માણસોના પણ એફ.બી. એકાઉન્ટ બનાવી આ રીતે રુપિયા માંગવામાં આવે ત્યારે સાવધાની રાખવી જરૂરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top