Business

પારનેરા

પારનેરા ડુંગરનું ઐતિહાસિક મહત્ત્વ

પારનેરા ગામનો પારનેરા ડુંગર તેના પર સ્થિત કિલ્લાના કારણે ઐતિહાસિક મહત્ત્વ ધરાવી રહ્યો છે. ડુંગર પર જોવા મળતો કિલ્લો 15મી સદીનો મનાય છે. એ સમયે પારનેરા રામનગર સ્ટેટ જે પછી ધરમપુર સ્ટેટ બન્યું એની અંદર આવતો હતો. આ કિલ્લો મહમદ બેગડાએ જિત્યો હોવાનું કહેવાય છે. ત્યારબાદ ભારતમાં પોર્ટુગીઝ આવ્યા હતા. દમણમાં આવેલા પોર્ટુગીઝો પારનેરા ડુંગર સુધી પહોંચ્યા અને તેમણે આ કિલ્લો તોડી પાડ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો થોડાં વર્ષો નધણિયાતો બન્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે પણ સુરતમાં લૂંટ કરીને આવતા ત્યારે તેઓ પારનેરા ડુંગર પર વિરામ કરતા હતા. ત્યારબાદ આ કિલ્લો વડોદરાના ગાયકવાડ શાસનના તાબામાં આવ્યો હતો. જો કે, રાજા રજવાળાનું શાસન જતાં હવે આ ડુંગર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં હાલ અંબિકા, ચંદ્રિકા, નવદુર્ગા માતાનું મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે. તેની સાથે અહીં શિવ અને હનુમાન મંદિર પણ બની ગયું છે. પારનેરા ડુંગરની ટોચ વલસાડ તાલુકાનો જ નહીં, પરંતુ વલસાડ જિલ્લાનો સૌથી ઊંચાઈવાળો ભાગ મનાય છે.

બદલાતો સમય : પારનેરાનું ધીમી ગતિએ શહેરીકરણ
પારનેરા ગામમાં પારંપારિક આંબાવાડી સાથેના ઘર સાથે હવે આધુનિક સુવિધા સાથે સોસાયટીઓ પણ બની રહી છે. આ સાથે અહીંના યુવાનો ખેતીને છોડી નોકરી-ધંધા તરફ વળી રહ્યા છે. ગામમાં એપાર્ટમેન્ટ્સ પણ આવી રહ્યાં છે અને સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ગામમાંથી પસાર થતો હોવાથી અહીં શોપિંગ કોમ્પ્લેક્સ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
પારનેરાના ક્રિકેટર બંટી પટેલનું ટેનિસ ક્રિકેટમાં મોટું નામ
પારનેરા ગામે રહેતા 29 વર્ષિય યુવાન બંટી ગણપત પટેલનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટું નામ છે. બંટી હાલ બેંગ્લોર સ્ટ્રાઇકરની ટીમમાંથી રમે છે. ટેનિસ ક્રિકેટ રમવા માટે બંટી દેશમાં જ નહીં, પરંતુ અનેક વખત વિદેશ પણ જઇ આવ્યો છે. તે ટેનિસ ક્રિકેટનો ધુંઆધાર બેટ્સમેન છે. હાલ તે આંતરરાષ્ટ્રીય ટેનિસ ક્રિકેટ ખેલાડી બની ગયો છે. જેની ખ્યાતિ દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાઇ રહી છે. ટેનિસ ક્રિકેટ સ્ટાર તરીકે તેમણે એક અનોખું નામ બનાવ્યું છે. ઇએસપીએન સ્પોર્ટ્સમાં પણ તેની પ્રોફાઇલ જોવા મળે છે.

ગામમાં 100 જેટલાં નાનાં કારખાનાં પણ ધમધમે છે
પારનેરા ગામમાં નાના-નાના વેપાર ધંધા સાથે અહીં 100 જેટલા લઘુ ઉદ્યોગ કે કારખાનાં પણ ધમધમી રહ્યાં છે. જે ગામને સમૃદ્ધ બનાવી રહ્યાં છે. તેમજ અહીંના લોકોને મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ ગામના વિકાસના કારણે આજુબાજુનાં ગામોના લોકોને પણ મોટી સંખ્યામાં રોજગારી મળી રહી છે. જેના કારણે ગામનો જ નહીં, પરંતુ આજુબાજુનાં અનેક ગામોનો વિકાસ થયો છે.
પારનેરા ડુંગરનું ઐતિહાસિક મહત્ત્વ
પારનેરા ગામનો પારનેરા ડુંગર તેના પર સ્થિત કિલ્લાના કારણે ઐતિહાસિક મહત્ત્વ ધરાવી રહ્યો છે. ડુંગર પર જોવા મળતો કિલ્લો 15મી સદીનો મનાય છે. એ સમયે પારનેરા રામનગર સ્ટેટ જે પછી ધરમપુર સ્ટેટ બન્યું એની અંદર આવતો હતો. આ કિલ્લો મહમદ બેગડાએ જિત્યો હોવાનું કહેવાય છે. ત્યારબાદ ભારતમાં પોર્ટુગીઝ આવ્યા હતા. દમણમાં આવેલા પોર્ટુગીઝો પારનેરા ડુંગર સુધી પહોંચ્યા અને તેમણે આ કિલ્લો તોડી પાડ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો થોડાં વર્ષો નધણિયાતો બન્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે પણ સુરતમાં લૂંટ કરીને આવતા ત્યારે તેઓ પારનેરા ડુંગર પર વિરામ કરતા હતા. ત્યારબાદ આ કિલ્લો વડોદરાના ગાયકવાડ શાસનના તાબામાં આવ્યો હતો. જો કે, રાજા રજવાળાનું શાસન જતાં હવે આ ડુંગર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં હાલ અંબિકા, ચંદ્રિકા, નવદુર્ગા માતાનું મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે. તેની સાથે અહીં શિવ અને હનુમાન મંદિર પણ બની ગયું છે. પારનેરા ડુંગરની ટોચ વલસાડ તાલુકાનો જ નહીં, પરંતુ વલસાડ જિલ્લાનો સૌથી ઊંચાઈવાળો ભાગ મનાય છે.
પારનેરાના ક્રિકેટર બંટી પટેલનું ટેનિસ ક્રિકેટમાં મોટું નામ
પારનેરા ગામે રહેતા 29 વર્ષિય યુવાન બંટી ગણપત પટેલનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટું નામ છે. બંટી હાલ બેંગ્લોર સ્ટ્રાઇકરની ટીમમાંથી રમે છે. ટેનિસ ક્રિકેટ રમવા માટે બંટી દેશમાં જ નહીં, પરંતુ અનેક વખત વિદેશ પણ જઇ આવ્યો છે. તે ટેનિસ ક્રિકેટનો ધુંઆધાર બેટ્સમેન છે. હાલ તે આંતરરાષ્ટ્રીય ટેનિસ ક્રિકેટ ખેલાડી બની ગયો છે. જેની ખ્યાતિ દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાઇ રહી છે. ટેનિસ ક્રિકેટ સ્ટાર તરીકે તેમણે એક અનોખું નામ બનાવ્યું છે. ઇએસપીએન સ્પોર્ટ્સમાં પણ તેની પ્રોફાઇલ જોવા મળે છે.
ગામમાં 100 જેટલાં નાનાં કારખાનાં પણ ધમધમે છે
પારનેરા ગામમાં નાના-નાના વેપાર ધંધા સાથે અહીં 100 જેટલા લઘુ ઉદ્યોગ કે કારખાનાં પણ ધમધમી રહ્યાં છે. જે ગામને સમૃદ્ધ બનાવી રહ્યાં છે. તેમજ અહીંના લોકોને મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ ગામના વિકાસના કારણે આજુબાજુનાં ગામોના લોકોને પણ મોટી સંખ્યામાં રોજગારી મળી રહી છે. જેના કારણે ગામનો જ નહીં, પરંતુ આજુબાજુનાં અનેક ગામોનો વિકાસ થયો છે.
મંદિરો તેમજ મસ્જિદો આસ્થાનું કેન્દ્ર
અહીં પારનેરા ડુંગરના મંદિર સિવાય પણ અનેક પૌરાણિક મંદિરો છે. અહીં હાઇવે ટચ અંબામાતાનું મંદિર આસ્થાનું પ્રતીક છે. આ સિવાય ગામમાં શીતળા માતાનું મંદિર, હનુમાનજીનું મંદિર, મહાકાલી માતાનું મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, રણછોડજી મંદિર, બ્રહ્મદેવ મંદિર, જગત જનની જોગાણી માતાનું મંદિર, અંબાજી માતા મંદિર, કમલેશ્વર મહાદેવ મંદિર, રામમંદિર વગેરે હિંદુ ધર્મની આસ્થાસમાન છે. આ સિવાય અહીં આસ્થાની પ્રતીક 5 મસ્જિદ આવેલી છે. સાથે 2 મદ્રેસા પણ આવેલાં છે.
ગામમાં 10 જેટલાં બસ સ્ટેન્ડ ટ્રાન્સપોર્ટની જીવાદોરીસમાન
પારનેરા ગામમાંથી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પસાર થતો હોવાથી અહીં ટ્રાન્સપોર્ટની અનેક સુવિધાઓ મળી રહે છે. ગામમાં 10 જેટલાં બસસ્ટેન્ડ છે. જે ગામની જીવાદોરીસમાન બન્યાં છે. જે નાનામાં નાના માણસને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડી રહ્યા છે. આ સિવાય અહીં 3 ઓટો રિક્ષા સ્ટેન્ડ છે. જેના કારણે મધરાતે પણ ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે છે. હાઇવેના કારણે ગામમાં 5 પેટ્રોલપંપ હોવાથી ગામના લોકોને તેની પણ મોટી સુવિધા મળી રહે છે.
પારનેરા ગામમાં અને ડુંગર પર દીપડાના દસ્તકની વ્યાપક ચર્ચા
પારનેરા ગામના ડુંગર પર થોડા દિવસ પહેલાં જ દીપડાએ દસ્તક દીધી હતી. દીપડો પારનેરા મંદિરના કેમેરામાં કેદ થયો હતો. જેના કારણે વહેલી સવારે અને ઢળતી સાંજે પારનેરા ડુંગર પર નહીં જવાનું સૂચન કરતું બોર્ડ પંચાયત દ્વારા લગાવાયું હતું. જો કે, ત્યારબાદ નવરાત્રિમાં હજારો લોકોએ રાત્રિ દરમિયાન પારનેરા ડુંગરની મુલાકાત લેતાં આ દીપડો અહીંથી પલાયન થઇ ગયો હોવાનું મનાઇ રહ્યું છે. જો કે, થોડાં વર્ષ અગાઉ અહીંથી પસાર થતા હાઇવે પર દીપડાનું અકસ્માતે મોત થયું હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી.
રોજગારની દિશા બદલાઈ : ગામના મહત્તમ લોકો નોકરિયાતો બન્યા છે
વલસાડના પારનેરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો, પરંતુ સમય જતાં હવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ઓછો થતો ગયો અને લોકો નોકરી ધંધાએ લાગ્યા હતા. હાલ પારનેરા ગામના મહત્તમ યુવાનો નોકરિયાતો હોવાનું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો વેપાર સાથે પણ સંકળાયેલા છે, પરંતુ મહત્તમ લોકો નોકરિયાતો બન્યા છે. નજીકની અતુલ કંપની પણ અહીંના યુવાનોને મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડી રહી છે. આ સિવાય ગામના કેટલાક યુવાનો ઔદ્યોગિક નગરી વાપીમાં પણ નોકરી અર્થે જતા હોવાનું જોવા મળે છે.

Most Popular

To Top