Zalod

ઝાલોદ કેળવણી મંડળની ચૂંટણીમાં પાર્થ પટેલ, દિલીપ પટેલ અને પરેશ પંચાલ વિજેતા



ઝાલોદ: ઝાલોદ ની કેળવણી મંડળ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. આ ચુંટણીમાં કુલ સાત ઉમેદવારો ઉભા રહેલ હતા અને તેમાંથી કુલ ત્રણ ઉમેદવારોને ચૂંટીને લાવવાનાં હતા. કેળવણી મંડળમાં કુલ 1078 મતદારો હતા તેમાંથી કુલ 845 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું ઝાલોદની કેળવણી મંડળની ચુંટણીની ગણતરી ચાલુ થતા તેમાંથી કુલ 11 મત રદ થયેલ હતા. પ્રથમ નંબરે પાર્થ કુમાર કિરણ ભાઈ પટેલ ને ૫૫૬ મત, બીજા નંબરે દિલીપ ભાઈ રમણલાલ પટેલ ને ૪૬૩ મત અને ત્રીજા નંબરે પરેશભાઇ લાલચંદ ભાઈ પંચાલ ને ૪૧૪ વોટથી ચુંટણી અધિકારી પંકજ પારીખ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top