Vadodara

વડોદરા : જામ્બુવા જીઈબી કટ પાસે અકસ્માત,રોંગ સાઇડ આવતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત



પ્રાથમિક તપાસમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાયું :

અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો : કપુરાઈ પોલીસે તપાસ હાથ ધરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

વડોદરા શહેરના જાંબુઆ જીઈબી કટ પાસે બાઈક અને ઈકો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. બાઇક પર સવાર બે યુવાનોને અકસ્માત નડતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે અન્ય એક બીજા વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાયું છે.



શહેરના જામ્બુવા જીઈબી કટ પાસે રવિવારના રોજ બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. રોંગ સાઇડથી આવી રહેલા બાઈક ચાલકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાઈક અને ઈકો ગાડી વચ્ચે થયો હતો. અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે કપૂરાઇ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતનું કારણ બાઈક ચાલક દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલંઘનના કારણે બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે અને મૃતક તેમજ ઈજાગ્રસ્તની ઓળખ છતી કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top