Dabhoi

યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત યોગ બોર્ડના ૬૦ શિક્ષક મિત્રો સુકાની બનશે


ડભોઇ: મેદસ્વીતા મુકત ગુજરાત યોગમય અભિયાન અંતર્ગત ૨૧ જુન ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિષય ‘ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ ‘ સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા જિલ્લા ટીમ ધ્વારા ડભોઇ તાલુકાના સરદાર પટેલ ભવન ફરતીકુઇ ખાતે ૬૦ વધુ યોગ શિક્ષક મિત્રોની વાસ્તવિક સમીક્ષાનુ આયોજન થયું હતું. આ તમામ યોગ શિક્ષક મિત્રો ગુજરાતને મેદસ્વીતા મુક્ત , વ્યસન મુક્ત , હૃદય રોગ મુક્ત ,માનસિક તણાવ મુક્ત કરશે અને ગુજરાત સરકાર ના સ્વાસ્થ્ય ગુજરાત સ્વચ્છ ગુજરાત વિકસિત ગુજરાત ભારત ભર ના સંકલ્પ ને પણ સાકાર કરશે.
આ કાર્યક્રમમાં ભાજપ ના જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા કોર્ડીનેટર ઈન્દ્રજિત સિંહ પરમાર , યોગ કલાસ ઝોન ઈન્સ્પેકશન કોર્ડીનેટર શીબાબેન મનોજ , યોગ કોચ અર્ચના બેન પાંડે , સિનિયર યોગ શિક્ષક ગૌરીબેન ભટ્ટ તેમજ બાકી તમામ ડભોઇ ટીમના યોગ શિક્ષકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top