28-4નાં ગુ.મિ.માં ‘ભાજપ રાજના ભીષણ હુમલાઓ’માં જીતેન્દ્રભાઈએ જે કંઈ લખ્યું છે, તે સાચું જ છે, કે ભાજપના શાસનમાં દેશમાં ભીષણ આતંકવાદી હુમલાઓ થયા છે. પણ તેઓ કદાચ લખવાનું ભૂલી ગયા છે કે, જ્યારે કોંગ્રેસના શાસનમાં દેશ પર હુમલાઓ થયા છે ત્યારે પાકિસ્તાનને ડોઝિયરો મોકલવા સિવાય કોંગ્રેસે કશું જ નહોતું કર્યું. જ્યારે ભાજપના શાસનમાં હુમલાઓ થયા છે ત્યારે પાકિસ્તાનને તેનો સર્જીકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈક દ્વારા જડબાતોડ જવાબ અપાયો જ છે.
હમણાં એટલે કે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ વોટર સ્ટ્રાઈક એટલે કે ઝેલમ નદીનું પાણી છોડી પાકિસ્તાનનું મુજફરાબાદને નુકશાન પહોંચાડયું છે. આ પહેલા પણ નોટબંધી કરી ભાજપ સરકારે પાકિસ્તાનની કમર તોડી છે. પાકિસ્તાનમાં જ નહીં પણ કેનેડા, જર્મની, ઈટાલીમાં અજાણ્યા વીરો દ્વારા કંદહાર પ્લેનના હાઈજેકથી લઈને અનેક નાના મોટા આતંકવાદી હુમલાઓના ષડ્યંત્રકારોને ઉડાવી દેવાયા છે. ટૂંકમાં કહીએ તો આતંકવાદી સંગઠનોના નેતાઓને ઠેકાણે પાડી દેવાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને એકલું પાડી દીધું છે. આજે પાકિસ્તાન ભૂખમરાની કગાર પર આવીને ઊભું છે તો તે મોદી સરકારની સફળ કૂટનીતિને લીધે છે.
બારડોલી – કેદાર રાજપૂત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.