Life Style

હવે રસદાર ગલેલી ખાવા સુરતીઓ ડાયરેક્ટ પહોંચી જાય છે ફાર્મમાં, થઈ જાય છે આઉટિંગ અને પાર્ટી

બે-ત્રણ વર્ષથી ફાર્મમાં જ હવે ગલેલી ખાવા અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ પહોંચી જાય છે: મયુરભાઈ પચ્ચીગર
મયુરભાઈએ જણાવ્યું કે, હજીરા પટ્ટી પરના ભાઠા અને ભાટપોરમાં તાડના ઝાડો વધારે છે. અમારા ફ્રેન્ડ સર્કલમાં પ્રફુલભાઈ અને મિતેશભાઈ છે જેમના ફાર્મમાં તાડના ઝાડ છે. તેની સિઝન આવતાં જ તેઓ અમને તેમના ફાર્મમાં તાજી અને કુમળી ગલેલી ખાવા બોલાવે છે. ફાર્મમાં જ ઝાડ પરથી ઉતરેલા તાડગોળાના ઝૂમખામાંથી તાડના બોલમાંથી જે ગલેલી કાઢીને આપે છે તે એકદમ ફ્રેશ અને કુમળી હોય તેને ખાવાની મજા લેવા જ હવે ફાર્મ પર પહોંચી જવાય છે. અમે તો મન થાય એટલી તાડફળી ખાઈ પણ લઈએ અને ઘરે પણ લઈ આવીએ છીએ. ત્યાં કમળનું એક સુંદર તળાવ પણ છે જ્યાં અમે વોકિંગ પણ કરી લઈએ છીએ.
કેટલાક લોકો તરોફાનું મધ મીઠું પાણી પીને છુપાવે છે તરસ
આમ તો શિયાળામાં તાડના ઝાડ પર લટકાવેલા મટકામાં ભેગો થતો રસ સવારે સવારે પીવાય છે તે નીરો સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે. જ્યારે ગરમીમાં લોકો તરોફાનું મધમીઠું પાણી પીને ગરમીમાં રાહત મેળવે છે. નારિયેળ પાણીથી તરસ બુઝાવી અમૃત પીધાંનો ઓડકાર લે છે.

ફાર્મમાં અન્ય ફ્રૂટ્સ અને સાથે લાવેલા ફૂડ ડિશની પાર્ટી થાય છે
ફાર્મમાં ખુલ્લી જગ્યામાં કે રૂમની અંદર બેસીને ત્યાં જ ઉગતા ફ્રૂટ્સ જેમકે, ગોરસ આંબલી, કાળા અને વ્હાઇટ જાંબુ અને બહારથી લાવેલા શેતુર, ફાલસાનો સ્વાદ ગલેલીની સાથે ફ્રેન્ડ્સ લેતા હોય છે. સાથે લાવેલા ફાફડા, ખમણની પાર્ટી તો થાય જ સાથે થોડું વધારે રોકાણ થાય તો ફાર્મમાં ખુલ્લી જગ્યામાં ખીચડી કે અન્ય ભોજન બનાવી ત્યાં જ ખુલ્લી જગ્યામાં સાથે બેસી તેનો ટેસ્ટ લે એટલે પાર્ટી જેવો માહોલ ક્રિએટ થઈ જાય.
સીટી કરતાં સસ્તી 100 રૂ.માં 25 કે તેથી વધુ નંગ ગલેલી મળે
જો હજીરા પટ્ટીમાં જ્યાં આવા તાડના ઝાડ હોય ત્યાં વેચાતી ગલેલી 100 રૂ. માં 25 કે તેથી પણ વધુ નંગ મળી જાય. એ જ ગલેલી સુરત સિટીમાં આવતા આવતા તેનો ભાવ વધી જાય છે. સિટીમાં ટોપલમાં વેચાતી ગલેલી 100રૂ.માં 8 કે 10 નંગ મળે. એક મહિના જેવી તેની સિઝન ચાલે. વળી, જેઓની તાડના ઝાડના માલિકો સાથે ઓળખ બંધાઈ ગઈ હોય તેમને ત્યાં બેઠા બેઠા ફ્રીમાં જેટલી ગલેલી ખાવી હોય તેટલી ખાવા મળે. સિટી સુધી પહોંચેલી ગલેલી તાજી નહીં પણ રહેતી હોય વળી, તેની પર ધૂળ પણ લાગતી હોય એટલે પણ હવે ફાર્મમાં જ જઈને ગલેલી ખાવાનો ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે.
આઉટિંગ પણ થાય અને નેચર સાથે કનેક્ટ પણ થવાય
તાડફળીનો સ્વાદ લેવા હજીરા સુધી જવાનું થાય એટલે ટૂંકું આઉટિંગ પણ થઈ જાય અને કુદરતી વાતાવરણ જ્યાં ઝાડોની હારમાળા હોય, લીલોતરી હોય ત્યાં થોડા કલાક ગાળો એટલે કુદરત સાથે કનેક્ટ થવાય છે. સામાન્ય રીતે સવારે 8થી સાડા આઠ સુધીમાં અહીં પહોંચી જવાય અને પછી ત્યાં જ તાડગોળામાંથી તાડફળી કાઢી આપવામાં આવે તે ખાવાની મજા લેતા લેતાં બે-ત્રણ કલાક નીકળી જાય. ત્યાર બાદ બાર સાડાબારે સિટીમાં આવી જવાનું. કેટલાંય સુરતી ફ્રેન્ડ્સ અને પરિવારોનો આવો ક્રમ ગરમીની સીઝનના લગભગ દરેક રવિવારે હોય છે.

રે લાવેલી ગલેલીમાંથી બનાવાય છે મજેદાર યમ્મી શરબત અને કોલ્ડ ડ્રિંક્સ
ફાર્મમાંથી તાજી કાઢવામાં આવેલી ગલેલીનું ઉપરનું પડ વ્હાઇટ હોય. તડકો લાગતા તે સખત થવા લાગે અને ઉપરનું પડ લાલ થવા લાગે. હવે સુરતીઓ ગરમીમાં ઠંડક મેળવવા ગલેલીનું શરબત બનાવે છે કે દૂધ અને રોઝ સીરપને એડ કરીને કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે તેનાથી શરીરને ઠંડક પણ મળે છે અને તરસ પણ તૃપ્ત થાય છે.

Most Popular

To Top