હિમશિલા ફાટવાને કારણે જયાં ભયંકર હોનારત સર્જાઇ. છેલ્લાં પાંચ વરસમાં હું ચાર વાર ઉત્તરાખંડની યાત્રામાં હતો તે દરમિયાન જોવા મળ્યું છે કે માઇલોના માઇલો સુધી નવા રસ્તાઓ બનાવવાનું કામ ચાલતું હોય.
પહાડો કોતરીને રસ્તાઓ વધુ પહોળા બનાવવામાં આવી રહયા હોય, ઊંડી ખીણમાંથી લોખંડના કે આરસીસીના ભારેખમ કોલમો ઊભા કરી પુલ રસ્તાઓ બનાવતા જોવા મળ્યા છે. કુદરત સાથે છેડછાડમાં નાની મોટી નદી પર બંધોની પણ કોઇ કમી જોવા મળી નથી.
જયાં 14 બેઠકોની ગાડી જ ચાલી શકે તેવી જગ્યા પર બુલડોઝર, રોડબ્રેકર ગાડીઓનો ખડકલો જાણે કોઇ યુધ્ધની છાવણીથી કમ જોવા મળ્યા નથી. એક તરફ પહાડો, હરિયાળી, પાણીના વહેતા કે થીજી ગયેલાં ઝરણાં અને નદીઓ ખળખળ વહેતી જોવા મળે તો બીજી તરફ માનવીય સગવડ માટે કુદરતની ભેટ સાથે છેડછાડને કારણે કુદરતની નારાજગીનું કારણ આ હોનારત માટે જવાબદાર બને છે.
ગંગોત્રી અને ઉત્તરકાશી વહેતી ભાગીરથી નદી પર 600 થી વધુ પુલો બનાવવામાં આવ્યા છે, યાત્રાળુઓ પ્રવાસીઓની સગવડ માટે લાંબાં લાંબાં બોગદાંઓ પહાડોને કોતરીને બનાવી દેવામાં આવ્યાં છે.
જે માનવોને આનંદદાયી તો લાગે છે, પણ તેની કિંમત ત્યાંના સ્થાનિકોને ચૂકવવાની આવી છે. ગંગા બચાવ અને પર્યાવરણના લીરેલીરા ઉડાડી દેતી વખતોવખતની કુદરતી હોનારત દેશ અને દુનિયાને કયાં લઇ જશે? તે તો રામ જ જાણે!
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.