હિન્દી ફિલ્મોદ્યોગમાં આરંભના વર્ષોથી જ અનેક મુસ્લિમ અભિનેતા અને અભિનેત્રી, નિર્માતા- દિગ્દર્શો, સંગીતકારો, ગીતકાર, ગાયકો કામ કરતાં આવ્યા છે. જે અભિનેતા-અભિનેત્રી હોય તેની ઓળખ વધારે જાહેર થતી હોય છે કારણ કે તે પરદા પર આવે ચે ને પ્રેક્ષકો તેની સાથે સંબંધ બાંધે છે. ફિલ્મ જગત 1950-60 થી વધારે લોકપ્રિય બન્યું અને તે પહેલાં ભારતમાં મુસ્લિમોને સ્વીકાર મુશ્કેલ હતો એટલે દિલીપકુમાર (યુસુફ ખાન) મીનાકુમારી (મહેજબીન બાનો), મધુબાલા (મુમતાઝ જહાં બેગમ દહેલવી) સહિત અનેકોએ હિન્દુ નામ રાખીને જ કામ કરેલું. આ યાદી ઘણી મોટી છે પણ સુરૈયા, નરગીસ, વહીદા રહેમાને નામ નહોતા બદલ્યા. નરગીસનું નામ જો કે ફાતિમા રસીદ હતું પણ નરગીસ નામ હિન્દુ નહોતું. આઝાદી પછીના વર્ષોમાં ઘણા મુસ્લિમ કલાકારોને સમજાય ગયું કે ભારતીય પ્રેક્ષકો બિન સાંપ્રાદાયિક વલણ ધરાવે છે એટલે તેઓ મૂળ નામથી આગળ વધ્યા. સાયરાબાનુ, મુમતાઝે નામ નહોતું બદલ્યું યા ઝિન્નત અમાન, શબાના આઝામીએ પોતાના નામ સાથે જ કામ કર્યુ. તબુ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ, ફરાહએ નામ બદલવા નથી પડ્યા. એ જ રીતે સલમાન, શાહરૂખ, આમીર અને તે પહેલાં ફિરોઝ, નસીરુદ્દીન શાહે વગેરેએ પણ હિન્દુ નામ ધારણ નથી કયા!
પરંતુ એક બીજો મુદ્દો છે કે મુસ્લિમ અભિનેતા કોઇ હિન્દુ અભિનેત્રીને પરણે તો યા મુસ્લિમ અભિનેત્રી હિન્દુ અભિનેતાને પરણે તો યા મુસ્લિમ અભિનેત્રી હિન્દુ અભિનેતાને પરણે તો ઇસ્લામ યા હિન્દુ ધર્મ અંગિકારના પ્રશ્નો ઊભા થયા છે. કયારેક થાય કે જો એ લગ્ન પ્રેમલગ્ન હોય તો ધર્મ બદલાવવાની શી જરૂર? શર્મિલા ટાગોર જ્યારે પટૌડી નવાબ સાથે શાદી કરેલી ત્યારે શર્મિલાએ ઇસ્લામ ધર્મ અંગિકાર કરેલો અને આયેશા ખાન નામ ધારણ કરેલું. આવું શું કામ? જો કે તેનો દિકરો સૈફ અલી ખાન કરીના કપૂરને પરણ્યો ત્યારે કરીનાએ ઇસ્લામ ધર્મનો અંગિકાર નથી કરવો પડયો. નરગીસ જયારે સુનિલ દત્તને પરણેલી ત્યારે તે આર્યસમાજ વિધિથી પરણેલી અને નિર્મલા નામ રાખેલું નરગીસનાં પિતા જો કે મૂળ હિન્દુ હતા. જો કે નરગીસ મૃત્યુ પામ્યા ત્યારે સુનિલ દત્તે તેને શિયા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરેલા. વહીદા રહેમાન એવા છે જે ફિલ્મોમાં પ્રવેશવાનાં હતા ત્યારે નામ બદલવાનું સૂચન થયેલું પણ કહેવું કે મારું નામ મારે નથી બદલું. એજ વહીદાજી જ્યારે શશી રેખી (કમલજીત)ને પરણેલા તો કોઇએ ધર્મ નહોતો બદલ્યો. એ જ રીતે આજના સમયની વાત કરીએ તો શાહરૂખ હિન્દુ ગૌરી સાથે લગ્ન કર્યા પછી પણ ગૌર હિન્દુ જ છે ને શાહરૂખ મુસ્લિમ જ છે. હા, હવે ગૌરી ખાન છે. પણ આપણા અભિનેતા, ગાયક કિશોરકુમાર મધુબાલા સાથે પરણતી વખતે ઇસ્લામ અપનાવી અબ્દુલ્લા નામ રાખેલું. જો કે એ લગ્ન પૂરતું જ હતું અને હંમેશ હિન્દુ તરીકે જ રહ્યા. આવું ઘણું થયું છે. સંજય દત્ત દિલનાશ શેખ સાથે પરણ્યો કે જે અગાઉ મેરાજ-ઉર-રહેમાન સાથે શાદી કરી ચુકી હતી. સંજય સાથે પરણતી વખતે તે હિન્દુ થઇ અને માન્યતા દત્ત નામ ધારણ કર્યું. જો કે સંજય માન્યતનાં સંતાનોના નામ સાહરાન અને ઇક્રા છે. આવું ઘણા કરે છે. આમીરખાન હિન્દુ સ્ત્રીઓને જ પરણ્યો અને તેણે રીના દત્તા કે કિરણ રાવ પાસે ધર્મ પરિવર્તન નથી કરાવ્યા પરંતુ રીનાથી થયેલા સંતાનોનાં નામ જૂનૈદખાન અને ઇરા અને આઝાદ રાખ્યા. સૈફ પણ કરીનાનો ધર્મ નથી બદલાવ્યો પણ તેનાથી બે સંતાનો થયા તો નામ જેહ અને તૈમુર રાખ્યા. અમૃતાથી થયેલા સંતાનોના નામ સારા અલી અને ઇબ્રાહીમ અલી છે. સલીમ-જાવેદમાંના સલીમ સુશીલા ચરકને પરણેલા જે હિન્દુ હતી પણ સલીમ ખાને ઇસ્લામ ધર્મ અંગિકાર કરાવ્યો અને સલમા નામ રાખ્યું. તેમને ત્રણ દિકરા છે- સલામન, અરબાઝ, સોહેલ અને દિકરી અલ્વીરા. અરબાજ મલાઈકા અરોરાને પરણેલો અને દિકરો જન્મ્યો તે અરહાન ખાન છે. એટલે હિન્દુને પરણે પણ સંતાનોની ઓળખ મુસ્લિમ જ રખાવે. શાહરૂખના સંતાનોનાં નામ છે આર્યન, સુહાના, અબ્રામ, સુનીલ નરગીસે સંતાનોનાં નામ હિન્દુ રાખ્યા.- સંજય, પ્રિયા, નમ્રતા.
સુપ્રસિદ્ધ અભિનેત્રી મુમતાઝ આપણા ગુજરાતી હિન્દુ મધુર માધવાણીને પરણી છે અને તેણે હિન્દુ બનવું નથી પડ્યું તેને બે દિકરી છે તેના નામ નતાશા અને તાન્યા છે. ઘણી વાર એવું ય બન્યું છે કે હિન્દુ-મુસ્લિમ લગ્ન હોય પણ તેઓમાંથી કોઇ ધાર્મિક ચુસ્તી ધરાવતા ન હોય એટલે બસ પ્રેમથી સાથે જીવે. નસીરુદ્દીન શાહ રત્ના પાઠકને પરણેલા છે પણ ત્યાં હિન્દુ મુસ્લિમ સંઘર્ષ જ નથી.
મનોજ વાજપેયી શબાના રઝાને પરણ્યો છે જે ‘કરીબ’ ફિલ્મમાં નેહા નામે આવી હતી. લગ્ન પછી શબાના નેહા ઓળખે જ રહી. તેમની દિકરીનું નામ આવા નાયલા છે. હિન્દુ-મુસ્લિમ અલગ ઓળખની જરૂર જ ન રહી. •