ગુજરાતરાજ્યમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને અન્ય બીજા સ્થળોએ પરદેશીઓથી ઘુસણખોરી માઝા મૂકી રહી છે. બલ્કે સમસ્ત દેશ ભોગ બન્યો છે. ગત સદીમાં પ્રવાહ હતો, હવે બમણો થઈ ગયો. સ્થાનિક અને અન્યો સાથે કનડગત, મારામારી, ચોરી, લૂંટ-ફાંટ, બળાત્કાર, અપહરણ જેવા કિસ્સાઓ વધતા જ જાય છે. જે રીતે ઊછર્યા તેને જ અમલમાં મૂકી અવ્યવસ્થા ફેલાવે. પરિણામે અંધાધૂંધી બળાત્કાર જેવા કિસ્સા વધતા જાય છે. ચોરી, લૂંટપાટ, સામાન્ય બન્યું છે. સ્થાનિક પ્રજા વગર કારણે હેરાનપરેશાન થાય. 1950 પહેલા, આવો ઘસારો ન હતો. શાંત, રમણિય, ખુશનુંમા શહેર હતું જે આજે બદલાઈ ગયું! કોઈપણ બોર્ડર પરથી ગમે તે પ્રકારની ઘૂસણખોરી બંધ થવી જોઈએ. ટોપલામાં એક બગડેલી કેરી આખો ટોપલો બગાડે છે. હદ પાર થઈ ચૂકી છે. સત્વરે પગલાં અનિવાર્ય. જ્યોર્ડ બર્નાડ શો કહે છે તકની મોટામાં મોટી મુશ્કેલી છે કે એ આવે છે. તેના કરતાં જતી રહે પછી મોટી લાગે.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નાગરિક ધર્મ જેવું કંઈક ખરૂ કે?
સમાચારમાં જાણવા મળ્યું કે, અમદાવાદનું ચંડોળા તળાવ ‘મીની બંગલાદેશ’ તરીકે ઓળખાતું. ૮૦ થી વધુ જેસીબી તથા હજારો પોલીસની મદદથી આખું ગેરકાયદે ઉભું થયેલું નગર જમીનદોસ્ત કરી દીધું. સામાન્ય નાગરિકને સવાલ થાય છે કે, આવડી મોટી ગેરકાયદેસર વસાહતો કોની મહેરબાનીથી ઉભી થાય છે? એક પોલીસ અધિકારી જણાવી રહ્યાં હતાં કે એક બિહારી ગુન્ડો આ જગ્યામાં ૨૦૦થી વધુ રીક્ષા, મહેલ જેવો બંગલો, પોતાનાં અનેક ઘરો, જે ભાડે આપી લાખોની કમાણી કરી ફાઈનાન્સનો ધંધો કરતો હતો. શું આ ગેરકાયદેસર સામ્રાજ્ય કંઈ રાતોરાત તો ઉભું નહીં થયું હોય ને? આપણા સુરતમાં પણ મોડી રાત્રે સેકડો બાંગ્લાદેશીઓને પક્ડયા. એમની પાસે આધાર-પાનકાર્ડ જેવા પુરાવા પણ મળ્યા. કયાંથી બનાવી લાવ્યા? થોડા પૈસાની લાલચમાં આપણા જ સરકારી બાબુઓ દેશ વેચવા બેઠા હોય એવું લાગે છે. આપણને જાપાન, ઇઝરાયેલ જેવા નાગરિકો જેવી દેશદાઝ પરમાત્મા આપે એવી પ્રાર્થના.
સુરત – ભુપેન્દ્ર રાયજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.