SURAT

છોટી સી લવ સ્ટોરીઃ 11 વર્ષના સ્ટુડન્ટને ભગાડી જનાર ટીયર સુરતથી 390 કિ.મી. દૂરથી પકડાઈ

સુરત શહેરમાં એક ગજબ કિસ્સો બન્યો છે. અહીં એક 23 વર્ષીય ટીચર પોતાના 11 વર્ષીય નાબાલિગ સ્ટુડન્ટને ભગાડી ગઈ હતી. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. સગીરના માતા-પિતાની ફરિયાદને પગલે પોલીસે બંનેને શોધખોળ હાથ ધરી હતી. આખરે ચાર દિવસ બાદ ટીયર અને સ્ટુડન્ટ સુરતથી 390 કિ.મી દૂરથી પકડાઈ ગયા છે.

આ છોટી સી લવ સ્ટોરીની મળતી માહિતી અનુસાર ગઈ તા. 25 એપ્રિલના રોજ ટીચર પોતાના સ્ટુડન્ટને ભગાડી ગઈ હતી. બંને જણા સુરત રેલવે સ્ટેશન તરફ જતા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ ટીચરનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો. તેથી મોબાઈલ ટ્રેસિંગ મુશ્કેલ બન્યું હતું.

બીજી તરફ બંને જણા રેલવે કે એસટી બસમાં જતા દેખાયા નહોતા, તેથી તેઓ પ્રાઈવેટ વ્હીકલમાં ભાગ્યા હોવાનું પોલીસે અનુમાન લગાવી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ટીચર પાસે બીજો પણ એક મોબાઈલ નંબર હોવાની માહિતી પોલીસને મળતા તે નંબર ટ્રેસ કરાયો તો. મોબાઈલ નંબર ટ્રેસ કરી પોલીસની એક ટીમ બંને પકડવા મોકલાઈ હતી.

આજે સવારે સુરતથી 390 કિ.મી. દૂર 4 કલાકે રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. ટીચર અને સ્ટુડન્ટને લઈ પોલીસ સુરત આવી રહી છે.

ટીયર અને સ્ટુડન્ટ પ્રેમના પાઠ ભણવા લાગ્યા
પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે છેલ્લાં 3 વર્ષથી બંને એકબીજાને ઓળખે છે. બંનેના પરિવારો વચ્ચે પણ સારા સંબંધ છે. સ્ટુડન્ટ પાછલા ત્રણ વર્ષથી ટીચર પાસે પ્રાઈવેટ ટ્યૂશન માટે જતો હતો. પહેલાં 3 વિદ્યાર્થીઓ હતા પરંતુ છેલ્લાં 1 વર્ષથી આ એક જ વિદ્યાર્થી ભણવા જતો હતો. એકાંતમાં ટીયર અને સ્ટુડન્ટ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

શું છે મામલો?
સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતાં કરિયાણાના વેપારીનો 11 વર્ષીય પુત્રને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઇ હતી. સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઇરાદે પોલીસે ચાર ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top