આપણે ત્યાં લગ્ન પ્રસંગની દરેક સમાજના અલગ રીતે રિવાજો ને પરંપરા છે. લગ્ન જે સૌથી વધારે ખુશીઓનો પ્રસંગ છે. આ સમયે ગમેતે ખર્ચ કરવામાં નાનો માણસ પણ પાછળ પડતો નથી. સાથે આજે સહુથી વધુ બિનજરૂરી ખર્ચાળ પ્રસંગ બની રહ્યો છે. કેટલીક જગ્યા એ દહેજ પ્રથા જુદા જુદા પ્રકારે આજે પણ ચાલુ છે. જેમાં મજબૂર અને લાચાર પિતા દ્વારા કન્યા પક્ષ તરફથી વર પક્ષને મોઢે માંગી રકમ કે વસ્તુ આપવી પડતી હોય છે. ગુજરાત સુરત જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજમાં વર પક્ષ તરફથી કન્યાનાં પિતાને કંઈક ને કંઈક આપવું પડતું હોય છે.
વાત ગત દિવસોમાં પ્રેરક બની. ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે જ્યાં બંને તરફના ભાઈઓ બહેનો ગ્રામજનો તેમજ દાવો (અહીં પ્રસંગ) કરતા વડીલો પંચો ઉપસ્થિત હતા એમની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં દાન કરી આદિવાસી સમાજમાં જે દાવાની પ્રથા સદીઓથી ચાલતી આવી રહી છે જેમાં કેટલીક જગ્યા ઉપર 9 આના લઈને કન્યાને દાન કરવામાં આવતું હોય છે. જ્યારે એક પિતા દ્વારા 9 ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને દાન કરી એ વાત દરેક સમાજ માટે પ્રેરક છે. આદિવાસી સમાજની આવી અનેક પરંપરાઓ રીતરીવાજો સહજ, પ્રાકૃતિક, સરળ, બિન ખર્ચાળ, વ્યવહારુ, સમયની બચત કરે છે આવી પરંપરા ખરેખર અપનાવવા જેવી છે.
બામણિયા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.