ડભોઇ: લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બેનર હેઠળ કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. જેમા કોંગ્રેસ પાર્ટી સાંસદ અને વડોદરા જીલ્લા એ.આઇ.સી.સી.ના સંગઠન પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારીઓ તેમજ ડભોઇના માજી ધારાસભ્ય સહીતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તા સન્મેલનને સંબોધન કર્યુ હતુ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાઅર્જુન ખડગે અને લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત કોંગ્રેસની પ્રથમ હરોળના નેતાઓએ રાહુલ ગાંધીના ગુજરાત જીતવાના અભય વચનને સફળ બનવવા અને તેને પુરુ કરી સાર્થક બનાવવાના આશય સાથે ગુજરાતમા કોંગ્રેસનુ સંકલન અને સંગઠન મજબુત બનાવવા માટે “ સંગઠન સુજન અભિયાન “ બેનર હેઠળ ઠેરઠેર કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, કોર્પોરેટરો, માજી સરપંચો, પુર્વ તાલુકા અને જીલ્લા પંચાયતના સદસ્યો તેમજ વર્તમાન સદસ્યોને સાથે રાખી અભીયાન ને સફળ બનાવવા કમર કસી છે.ત્યારે ડભોઇ ખાતે યોજાયેલા અભિયાન કાર્યક્રમમા ઉપસ્થિત મંચસ્થ નેતાઓએ કોંગ્રેસ પાર્ટીનુ સંગઠન મજબુત બનાવવાના ધ્યેય સાથે તમામને કામે લાગી જવાની હાકલ કરી હતી. કાર્યક્રમમા રાજસ્થાનથી કોંગ્રેસના લોકસભા સાંસદ કુલદિપ ઈન્દોરાજી, પ્રદેશ સમિતિના પ્રભારીઓ જગદિશભાઇ પટેલ, ડૉ.પલક વર્મા, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, માજી ધારાસભ્ય સિધ્ધાર્થભાઇ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઇ પટેલ(કુંઢેલા),સુધીરભાઇ બારોટ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના પ્રભારીઓ સામે નબળા સંગઠન બાબતે રજુઆતો થઈ
ડભોઇમા યોજાયેલા કાર્યક્રમ બાદ સર્કીટ હાઉસ ખાતે એ.આઇ.સી.સી.ના સંગઠન પ્રભારી અને પ્રદેશ સમિતિ ના પ્રભારીઓએ બેઠક કરી હતી.જેમા કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોને જીલ્લા પ્રમુખ બદલવા કે કેમ અથવા નવા નામો હોય તો તે સુચવવા તેમજ પાર્ટીના નબળા સંગઠનને મજબુત બનાવવા તેમજ ભાજપ સાથે ભળી કોંગ્રેસની ઘોર ખોદતા હોય તેવા નેતાઓ સામે મુક્ત રીતે રજુઆતો કરવા જણાવાયુ હતુ.જેથી બંધ બારણે કાર્યકરોને એકી સંખ્યામા બોલાવી સેન્સ લેવાયા હતા.ઘણા કાર્યકરોએ નબળા સંગઠન બાબતે રજૂઆતો કરી હતી.