Vadodara

વડોદરા: ચાર દરવાજા વિસ્તારમાંથી નીકળનારી પરશુરામ યાત્રા અંતર્ગત શાંતિ સમિતિની બેઠક

વડોદરા: આગામી તા.29 એપ્રિલના રોજ શહેરના ચાર દરવાજા વિસ્તારમાંથી નિકનારી ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ડીસીપી ઝોન -4 ની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.


આગામી તા.29 એપ્રિલ ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણો અને સૌ સનાતનીઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા તથા બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ સાથે જ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની આગેવાનીમાં સાંજે 5 કલાકે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ ખાતે આવેલા સૂર્યનગર થી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

આ ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા સૂર્યનગર થી નિકળી, આયુર્વેદિક ત્રણ રસ્તા -પાણીગેટ દરવાજા થી માંડવી ચાર દરવાજા થઈ લહેરીપુરા ચાર દરવાજા થી સૂરસાગર થઈ અમદાવાદીપોળ ખાતે આવેલા શ્રી પંચમુખી મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો,સાધુ સંતો જોડાશે ત્યારે ચાર દરવાજા વિસ્તારમાંથી શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થાય, તદ્પરાંત ગત તા 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમા નિર્દોષ સહેલાણીઓ પર આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે રીતે ગોળીબાર કરી 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે જેના કારણે દેશના દરેક નાગરિકોમાં આતંકવાદીઓ સામે રોષ ફેલાયો છે પાકિસ્તાન સામે રોષ છે ત્યારે આ બાબતોને લઈને કોઇપણ પ્રકારના અફવાઓ પણ, સોશિયલ મીડિયા પરના મેસેજ કે અફવાઓથી દોરાયા વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ભગવાન પરશુરામજીની શોભાયાત્રા સંપૂર્ણ થાય તે માટે વડોદરા શહેર પોલીસ ઝોન -4મા સમાવિષ્ઠ કુંભારવાડા, સિટી પોલીસ સ્ટેશન, પાણીગેટ તથા બાપોદ અને વારસિયા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો સાથે ડીસીપી ઝોન -4 તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ પોલીસ દ્વારા ધાબા પોઇન્ટ, ટેકનિકલ સર્વૈલાન્સુ,બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ રહેશે, સઘન પેટ્રોલીંગ રાખવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું

Most Popular

To Top