લઘુમતી કોમના યુવાન ઉપર ચાર યુવાનોએ હુમલો કરીને પથ્થર મારતા ઇજા
વડોદરા: ડેસર તાલુકાના ઇટવાળ ગામે જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો. ગામમાં જ રહેતો સરફરાજ ઇમ્તિયાઝ કુરેશી અને તેનો મિત્ર ઈકબાલ કામ અર્થે જતા હતા ત્યારે બજાર માર્ગે કાળું મૂળજીભાઈ રોહિત, તેનો ભાઈ કાંતિલાલ અને કાળુના બે પુત્રો રાજેન્દ્ર અને દશરથ ઉભા ઉભા ચર્ચા કરતા હતા. સરફરાજને જોઈને કાળુભાઈએ ધમકીભર્યા સ્વરે ગાળો આપતા બોલાચાલી થઈ હતી. ચારેએ લઘુમતી ગળદાપાટુનો માર માર્યો હતો. મારામારી દરમિયાન ચારેય ઈસમોએ પથ્થરો મારતા પીઠ, નાક સહિત શરીર પર ઇજાઓ પહોંચી હતી ઘવાયેલા સરફરાજ કુરેશીએ ચારે હુમલા ખોરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરીને હુમલાખોરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.