Vadodara

હાઇવે પહોળો કરવા નસવાડી અને બોડેલી વચ્ચે 2500થી વધુ વૃક્ષો કાપી નંખાશે

નસવાડી: નસવાડી બોડેલી રોડ ઉપર નસવાડી અને સંખેડા રેન્જના 2500થી વધુ વૃક્ષો હાઇવે પહોળો કરવા માટે કાપવા માટે વન વિભાગની વડી કચેરી પાસે મંજૂરી માંગવામાં આવી છે. જયારે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા પડશે તેની વનવિભાગ તૈયારી કરી રહ્યું છે .

છોટાઉદેપુર જિલ્લામાંથી નેશનલ હાઇવે 56 પસાર થાય છે. આ રસ્તાને ફોરલેન બનાવવા માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ વિભાગો દ્વારા સર્વે ની કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઇવે 56 સ્ટૅચુ ઓફ યુનિટી અને મુંબઈ સુધીનો નવો માર્ગ બનાવવા માટે નસવાડી બોડેલી રોડ ઉપર નસવાડી રેન્જ ફોરેસ્ટ સામાજિક વનીકરણ વિભાગ અને સંખેડા રેન્જ ફોરેસ્ટ સામાજિક વનીકરણ વિભાગની કચેરીઓની હદમાં આવતા વૃક્ષોનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં નસવાડી કચેરીના 1500 જેટલા વૃક્ષો અને સંખેડા ની કચેરીના 1000 જેટલા વૃક્ષો રોડ પહોળો કરવાની હદ માં આવતા ગોધરા ખાતે આવેલી વડી કચેરી માં દરખાસ્ત મોકલવામાં આવી છે. સરકારની મંજૂરી લઇને વૃક્ષો કાપવામાં આવશે. નવો રસ્તો બનાવવા માટે મોટી માત્રામાં વૃક્ષો નિકંદન કરવું પડશે. નસવાડી બોડેલી રોડ ઉપર 30 કિલોમીટર ના માર્ગ માં મોટાભાગ ના વૃક્ષો કાપવા પડશે. હાલ તો વનવિભાગે મંજૂરીમાં દરખાસ્ત મોકલી દેતા ગમે તે સમયે વૃક્ષો કાપવાની મંજૂરી આપશે. જયારે બોડેલી પ્રાંત કચેરી દ્વારા રસ્તા ઉપર જે ખેડૂતોની જમીનો આવે છે. તેઓને જમીનનું વળતર આપવા માટે ની કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. જમીન સંપાદનની કામગીરી ઝડપ થી થઇ રહી છે સરકાર દ્વારા નવો ફોરલેન માર્ગ બનાવવા માટેની તૈયારીઓ આરંભી દેતા હજારો વાહન ચાલકો ને આનો ફાયદો થશે જોકે નવા વૃક્ષો ઉછેરવામાં નહીં આવે તો પર્યાવરણને મોટું નુકસાન થશે.
Show quoted text

Most Popular

To Top