Charchapatra

રાજકારણ ક્યાં નથી

સાહિત્ય પરિષદ ફરી એક વાર સાહિત્ય સિવાયનાં કારણો માટે ચર્ચામાં છે. આ પ્રકારના વિવાદમાં સરવાળે નુકસાન સાહિત્યનું છે. એવું નથી કે માત્ર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ ખટપટ અને રાજકારણ ચાલતું રહે છે. સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ ગણાતા નોબલ પ્રાઇઝ એનાયત કરવામાં પણ ખટપટ થતી હોય અથવા પૂર્વગ્રહો રમાયા હોય એવું કેટલીય વાર બન્યું છે. સાહિત્યમાં રાજકારણ કંઇ આજકાલની વાત નથી. આ રાજકારણ લાંબા સમયથી ખેલાતું આવે છે. વળી સાહિત્યના રાજકારણનો અનુભવ તો ખુદ આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીને પણ થઇ ચૂક્યો હતો. 1920માં કેટલાક સાહિત્યકારોના કહેવાથી સાહિત્ય પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં કારમી હારથી પરાજયને કારણે ગાંધીજી દુ:ખી થયા હતા પણ 1936માં રાષ્ટ્રના સર્વોચ્ચ નેતા તરીકે પ્રસ્થાપિત થયા પછી પરિષદના પ્રમુખ બનવાની તક અપાઇ હતી.

1936માં અમદાવાદમાં પરિષદનું 12મું અધિવેશન તેમના પ્રમુખપદે યોજાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સાહિત્યિક કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ગયા હતા ત્યારે ગુજરાતી સાહિત્ય જગતમાં ચાલતા રાજકારણ અને ખટપટ પર કટાક્ષ કરી કે કેટલાકે એમને સાહિત્યમાં રસ લેવા માટે કહ્યું તો એમણે કહ્યું કે ભાઇ હું તો લિમિટેડ પોલિટિક્સનો માણસ છું. હું સાહિત્ય જગતમાં તો હું તો નાનો પડું. સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોવી જોઇએ. સાહિત્યકારો સાહિત્યિક પ્રવૃત્તિઓથી વધુ ધ્યાન અકાદમી સામેની લડાઇ પર વધુ કેન્દ્રિત ન કરે. સાહિત્યકારો કે સાહિત્યિક સંસ્થાઓમાં રાજકારણ રમાય એ વાત પણ નવી નથી.
ગંગાધરા – જમિયતરામ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હેપીનેસ ઇન્ડેક્સ
જીવનપર્યંત સુખ દુ:ખની ઘટમાળ ફરતી જ રહે છે. સુખમાં છકી નથી જવાનું અને દુ:ખમાં નાસીપાસ નથી થવાનું. આથી જીવનમાં હેપીનેસ જાળવી રાખવા માટે આ છે 5 સ્ટાર ટીપ્સ. (1) અલવેઇસ કેર ફોર યોર હેલ્થ ફર્સ્ટ. કારણ હેલ્થ ઈઝ વેલ્થ. મેડિકલ ઓપિનિયન પ્રમાણે જરૂરી દવા લેતાં રહો. નિયમિત પૌષ્ટિક આહાર લેતાં રહો. હાલમાં ગરમીનો પ્રકોપ ભારે છે તો પાણી પૂરતા પ્રમાણમાં પીતાં રહો. (2) જીવનમાં હાસ્યને જરૂર સ્થાન આપો.

મિત્રો સાથેની મિટીંગમાં આનંદિત રહો. વાચનમાં હાસ્ય ગેલેરી/જોક્સને સ્થાન અવશ્ય ફાળવો. હ્યુમર ઈઝ કન્સીડર્ડ બેસ્ટ મેડીસીન. (3) હેબિટમાં નો સિગારેટ, ટોબેકો, કોલ્ડ ડ્રીંગ્સ કે વધુ પડતાં ચા-કોફી લેવાનું ટાળો. સારાં મિત્રો સંગાથની ટેવ રાખો. (4) હોબીમાં વાચન/લેખન/ચિત્રકાર/ સંગીત/ નૃત્ય કળાને સ્થાન આપી ઇતર પ્રવૃત્તિઓથી ખાસ કરીને વરિષ્ઠ ઉંમરે એક્ટિવ રહી શકાશે. જેથી ડિપ્રેશન ન આવે અને પરિણામે લાંબુ તંદુરસ્ત જીવન જીવી શકે.
સુરત     – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top