SURAT

રિવોલ્વર સાથે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો તો પોલીસે ઉંચકી લીધો!

સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના વીડિયો વાયરલ કરતા લોકો હવે ચેતી જજો. એસઓજીએ સોશિયલ મીડીયા ઉપર સર્વેલન્સ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર રિવોલ્વર સાથેનો વીડિયો અપલોડ કરનાર લાલગેટના યુવકને એસઓજીએ ઝડપી પાડ્યો હતો.

એસઓજીની ટીમને સોશિયલ મીડીયા ઉપર સર્વેલન્સ દરમિયાન ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ્લિકેશનમાં એક યુવકે પોતાની પાસે રિવોલ્વર જેવું હથિયાર રાખી વિડીયો બનાવી અપલોડ કર્યો હતો. જેથી આ યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ બાબતે તપાસ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન આજે એસઓજીની ટીમએ મળેલી બાતમીના આધારે બાલાપીર દરગાહ પાસે જીલાની બ્રીજની નીચે લાલગેટ ખાતે વોય ગોઠવી આરોપી મઝહર મુનાફ શેખ (ઉ.વ.૨૨, રહે. મદારીવાડ રીફાઈ મજીદની પાછળ વરીયાવી બજાર લાલગેટ) ને ઝડપી પાડયો હતો.

પોલીસને તેની પાસેથી દેશી હાથ બનાવટની એક રિવોલ્વર, મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેના ભાઈનો સાળો તેને રિવોલ્વર વેચવા આપી ગયો હતો. આ રિવોલ્વર પોતાની પાસે રાખી મુકેલી અને બાદમાં તે રિવોલ્વર સાથે પોતાનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ ઉપર અપલોડ કર્યો હતો.

આ રિવોલ્વર વેચાય તે પહેલા જ તેને ભાઈના સાળાને તેના પૈસા આપી દીધા હતાં. આ રિવોલ્વર વેચવા માટે પોતાની પાસે રાખી તેની સાથે વીડિયો બનાવી અપલોડ કર્યો હતો. આરોપી તથા તેને હથીયાર આપનાર સાળાના ભાઈ વિરૂદ્ધમાં આર્મસ એકટ મુજબનો ગુનો લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ટિકટોક બંધ થતા ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ પર વીડિયો અપલોડ કરતો

હથિયાર બાબતે પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, પોતે વારંવાર પોતાના ટિકટોક ઉપર વીડિયો બનાવી અપલોડ કરતો હતો. પરંતુ ટિકટોક બંધ થતાં તેના જેવી બીજી ઇન્સ્ટાગ્રામ મેસેન્જર એપ ઉપર પોતાના બનાવેલા વીડિયો અપલોડ કરતો હતો.

ડ્રગ્સ સહિતના વીડિયો પર પોલીસની વોચ

સુરત શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડીયા ઉપર હથિયાર સાથે, ડ્રગ્સ સાથે કે કોઈ પણ વાંધાજનક અને પ્રજામાં ભય ફેલાય તેવા વીડિયો તેમજ ફોટોગ્રાફ અપલોડ કરનારાઓ ઉપર સતત વોચ રાખી રહી છે. પ્રજામાં ભય ફેલાય તેવું સોશિયલ મીડીયાના માધ્યમ દ્વારા કૃત્ય કરનાર ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસની ટેકનિકલ ટીમો કામે લાગી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top