વાઘોડિયા જીઆઇડીસીમાં હનુમાનજી મંદિર પાસે સિક્યુરિટી ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત
સમગ્ર ઘટનાના live cctv ફુટેજ સામે આવ્યા
વાઘોડિયા જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં પેટ્રોલિંગ કરતી વડોદરાની બાલાજી સિક્યુરિટી એજન્સીની સિક્યુરિટી ગાડીના ચાલકે વાઘોડિયા હનુમાનજી મંદિર પાસે એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક અને સવાર બંન્ને હવામા ઊછળી દુર ફંગોળાયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના વાઘોડિયા જીઆઇડીસીમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે.
અકસ્માતના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા બંને ઘાયલ બાઈક ચાલકોને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ વાઘોડિયા નોટિફાઇડ ઓફિસમાં થતા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવી હતી.જોકે બાલાજી સિક્યોરીટી એજન્સી ગાડીના ચાલકે પોતાની ગાડી ધીમી હતી અને બાઈક ચાલક પુરપાટ ઝડપે આવી પોતાની ગાડીમા અથડાયા હોવાનો આલાપ ગાડીના ચાલકે આલાપ્યો હતો. સમગ્ર મામલે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું !