Entertainment

દિવસે ‘તારા’ જોતો બાદશાહ

બેડબોય બાદશાહ તરીકે ઓળખાવતો રેપર બાદશાહ હાલ તેના ગીત કે બીજા કોઈ સાથે કોન્ટ્રોવર્સીને કારણે ચર્ચામાં નથી પણ તેને લગભગ, કદાચ, સંભવિત તેનો પ્રેમ મળી ગયો છે અને બોલીવુડની એક નવી એક્ટ્રેસને ડેટ કરી રહ્યો હોવાની વાતો ચાલી રહી છે. એ એક્ટ્રેસનું થોડાં સમય પહેલાં જ બ્રેકઅપ થયું છે, જે આ ડેટિંગની શંકાને વધારે સ્ટ્રોંગ બનવે છે. તે એક્ટ્રેસ પહેલા અદાર જૈનને ડેટ કરતી હતી. 4 વર્ષ ડેટ કર્યા બાદ 2023માં તેઓ અલગ થઇ ગયા છે, અને મજાની વાત એ છે કે તે એક્ટ્રેસ મૂળ ગુજરાતી છે! એટલે બાદશાહની તે એક્ટ્રેસ સાથે ડેટિંગ વાત ખાલી અફવા નહિ હોય તો તે ગુજરાતી જમાઈ બની શકે છે. (બાદશાહ એ 2020માં ડિવોર્સ લઇ લીધા છે.) તો બાદશાહ કોને ડેટ કરે છે? તે માટે આપણે શિલ્પા શેટ્ટીએ ઇન્ડિયન આઇડલ-15માં ફક્ત બાદશાહ માટે જે ખાસમખાસ ગીત ગાયું તે સાંભળીયે- તેણે કહ્યું કે ‘સાંભળ્યું છે તમે હમણાંનાં દિવસે પણ ‘તારા’ જોઈ રહ્યા છો! તો આ ગીત ખાસ તારા માટે તન તનાતન તનતન ‘તારા’…’’ હવે આ ગીત સાંભળી ફેન્સ જાણી જ ગયા છે કે અહીં આસમાનનાં તારા નહિ પણ એક્ટ્રેસ તારા સુતરીયાની વાત થઈ રહી હતી. જો આ વાત સાચી હશે તો બાદશાહ અને તારાની ખબરો હવે સમાચારમાં ચમક્યા કરશે. •

Most Popular

To Top