મોડાસા: બાયડ તાલુકાનુ સાઠંબા એક વિકસિત ગામ છે,ગામમાં જીનો,માર્કેટ યાર્ડ,તથા મોટા પ્રમાણે ક્વોરી ઉદ્યોગો અને સહકારી સંસ્થાઓ આવેલી છે, તેમજ આજુબાજુ મોટા પ્રમાણમાં ગામડાઓ આવેલા હોવાથી ગામનું બજાર પણ વિકસિત છે,ત્યારે ગામમાં એકજ રાષ્ટ્રીય કૃત બેંક કાર્યરત હોવાથી બેંક મેનેજર આપખુદ શાહી ચલાવે છે તેવું બેંકના ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે.
બેંક મેનેજરને કોઈ ગ્રાહક રજૂઆત કરવા જાય તો રજૂઆત ધ્યાન પર લેવાની વાતતો બાજુ પર રહી, પરંતુ રજૂઆત કરનારને બેંકમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે,અને ગેરવર્તણુક નું કારણ આગળ ધરી ખાતું બંધ કરીદેવાની ધમકી આપવામાં આવે છે,અને એક બે ગ્રાહકોના તો ખાતાં પણ બંધ કરી દેવામાં આવ્યાં છે.
એક બે જાગૃત ખાતા ધારક ગ્રાહકો દ્વારા બ્રાન્ચ મેનેજર ની વર્તણૂકને લઇ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના હેતુ થી મોબાઇલ થી રેકોર્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેમના મોબાઇલ પણ ઝૂંટવી લઇ તોડી નાખવામાં આવ્યા હમણાં થોડા મહિના અગાઉ એક પ્રતિષ્ઠિત પરિવારના મોભી નું નિધન થતાં નિધનના થોડા સમય બાદ તેમના પત્ની તેમના ખાતા અંગેની પૂછ પરછ કરવા જતાં તેમના સાથે પણ ગેરવર્તણૂક થયાનું જાણવા મળેલ છે.