ચૂંટણીમાં કોની હાર કે જીત થશે તે ચૂંટણી પરિણામો નક્કી કરતા હોય છે. કોઈ પણ રાજકીય પક્ષ મફતની રેવડીનું રાજકારણ કેટલું કરશે એ તો જે તે પક્ષનું નક્કી જ હોય છે. વર્તમાનમાં રેવડીનું રાજકારણ ફુલ્યું ફાલ્યું છે. કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે મફતની રેવડી આપતા હોય છે – મતના બદલામાં. જોકે સત્ય હકીકત એ પણ છે કે કોઈપણ રાજકીય પક્ષ કોઈ પણ વસ્તુ કે સેવા મફતમાં આપે તો ન તો એ દેશના અર્થતંત્રના હિતમાં છે કે ન તો જનતા ના હિતમાં. લોકોનાં ટેક્સના પૈસાથી સરકાર દેશની માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની જગ્યાએ લોકોને મફતમાં આપી દે એ કેટલું યોગ્ય?
કરચેલિયા – અશોકગીરી ગુસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાપાવાળા અને કાપવા વાળા ડૉક્ટર!
60-70 વર્ષ પહેલાં કાચની શીશીમાં દવા અને કાપાવાળા ડૉક્ટરો મોટી સંખ્યામાં હતા. કાગળવાળા ડૉક્ટર, (રાત્રે લાઈન લાગતી!) કાચની બાટલી, કાપા અને ત્રણ દિવસ. ‘‘હવે ત્રણ દિવસ પછી બે રૂપિયા લઈને આવજો.’’ નાડી જોવાતી, બી.પી. ચેક કરાતું કોઈ રીપોર્ટ, એક્સ-રે નહીં! એલોપથીના આક્રમણની સામે આ બધું કડડભૂસ! જોકે એટલું તો કબૂલ કરવું જ પડે, કે ઈમરજન્સીમાં એલોપથીનો કોઈ વિકલ્પ નથી. બાકી સિઝેરીઅન વગર કોઈ આવતુ નથી અને વેન્ટીલેટર વગર કોઈ જતું નથી. હવે અન્ય ચિકિત્સા પદ્ધતિઓનું મૂલ્ય ઘટી ગયું? આયુર્વેદ, યુનાની, ચુંબકીય ચિકિત્સા, એક્યુપંક્ચર, ફિઝિયોથેરાપી એક જ ડૉક્ટર ત્રણ-ચાર જગ્યાએ પોતાના ક્લીનીકો (વધુ કમાવાની લહાયમાં?!) બાકી તો જુદા-જુદા નામધારી નવા નવા રોગોને ભગાવવા કે સાચવવા માટે નવી-નવી નામધારી દવાઓના કારખાના? સરકારી સહયોગ હેઠળ ધમધમતાં રહેશે, તેમજ ડૉક્ટરો શરીરની કાપકૂપ કરીને શરીરને હલકું બનાવતા રહેશે સાથે-સાથે ખીસાને પણ!
ચીખલી – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે