યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે તા. 2 એપ્રિલના રોજ ઘણા દેશો પર ઝડપથી રાહતભર્યા પારસ્પરિક ટેરિફ લાગુ કર્યો છે. ભારત સહિત ઘણા દેશો પર ભારે ટેરિફ લાદવામાં આવ્યો છે પરંતુ તે દરમિયાન એન્ટાર્કટિકા નજીક ઓસ્ટ્રેલિયાના મુખ્ય ભૂમિના એક ટાપુ પર પણ 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જ્યાં કોઈ માનવી રહેતો નથી.
ઓસ્ટ્રેલિયન સરકારની માલિકીના હર્ડ આઇલેન્ડ અને મેકડોનાલ્ડ આઇલેન્ડને પૃથ્વી પરના સૌથી નિર્જન સ્થળોમાંના એક ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થથી હોડીમાં બેસી અહીં પહોંચતા બે અઠવાડિયાનો સમય લાગે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા દાયકામાં કોઈ માણસે અહીં પગ મૂક્યો નથી.
આવી સ્થિતિમાં ટ્રમ્પ દ્વારા હર્ડ આઇલેન્ડ અને મેકડોનાલ્ડ આઇલેન્ડ પર ટેરિફ લાદવામાં આવ્યા પછી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ ગ્રહ પર કોઈ સુરક્ષિત નથી.
તેમણે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ પાછળ કોઈ તર્ક નથી. આ કોઈ મિત્રનું વર્તન ન હોઈ શકે. આ દરમિયાન અલ્બેનીઝે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયા બદલામાં અમેરિકા પર કોઈ પારસ્પરિક ટેરિફ લાદશે નહીં.
તેમણે કહ્યું કે અમે એવી આંધળી દોડમાં જોડાઈશું નહીં જ્યાં કિંમતો આસમાને પહોંચી રહી હોય અને વૃદ્ધિ પાતાળમાં જઈ રહી હોય.
ઓસ્ટ્રેલિયાના એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ફ્રેમન્ટલથી હર્ડ આઇલેન્ડ પહોંચવામાં લગભગ 10 દિવસ લાગે છે, જે હવામાન પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. અહીં માણસો રહેતા નથી પણ તે પેંગ્વિન, સીલ અને વિવિધ પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન છે.
નોંધનીય છે કે ગઈ તા. 2 એપ્રિલે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે 180 દેશો પર છૂટછાટવાળા પારસ્પરિક ટેરિફ લાદ્યા હતા. ભારત, ચીન, યુરોપિયન યુનિયન, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન સહિત ઘણા દેશોનો ચાર્ટ બતાવ્યો અને તેમના પર ટેરિફ લાદવાની જાહેરાત કરી.
નોંધનીય છે કે ગઈ તા. 2 એપ્રિલે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે 180 દેશો પર છૂટછાટવાળા પારસ્પરિક ટેરિફ લાદ્યા હતા. ભારત, ચીન, યુરોપિયન યુનિયન, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન સહિત ઘણા દેશોનો ચાર્ટ બતાવ્યો અને તેમના પર ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું, આપણે અમેરિકાને ફરી સમૃદ્ધ બનાવીશું.
