SURAT

સુરતમાં પાસોદરા નજીક કારચાલકે દંપતીને અડફેટે લીધું, કારમાંથી દારૂની બોટલ મળી

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવતા નબીરાઓ દ્વારા વધુ એક અકસ્માત સર્જવામાં આવ્યો છે. સુરતના કામરેજ તાલુકાના પાસોદરા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે બાઈક સવાર દંપતી અને એક બાળકને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને ઝડપી લઈને મેથીપાક આપ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

આ અકસ્માતમાં મહિલાને પગના ભાગે તથા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.તાત્કાલિક રીતે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છવાઈ ગયો હતો.લોકોએ કાર ચાલકને પકડીને મારપીટ કરી અને “મેથીપાક” ચખડાવ્યો હતો. ઘટના સ્થળે લોકોનો ટોળું એકઠું થયું હતું.

સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક માદક પદાર્થના પ્રભાવ હેઠળ હતો.પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી. રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી અને નુકસાન પહોંચાડ્યું હતું. લસકાણા પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માત અને તેની આસપાસની પરિસ્થિતિને લઈ વધુ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top