Charchapatra

આપણા જ કરવેરામાંથી મફત રેવડી વહેંચાઈ છે

પ્રજાએ ખુશ થવા જેવુ નથી. ભિખારી પાસે ભીખ માંગી બીજાને ભેટ સોગાદનું (રેવડી) દાન કરવું એ અતાર્કિક નથી લાગતું? આપણી ઊંઘની પ્રજાને આળસું બનાવી રહ્યા છે. હવે તો સામાન્ય ખેત-મજૂર પણ મફતિયા રોટલા મળતા હોય તો મજૂરી શા માટે કરે? નશાખોર અને દારૂડિયાને આપણી સરકાર માંયકાંગલી બનાવી રહી છે. યુવાધનને પરાવલંબિત બનાવી રહી છે. આપણા ઉદ્યોગ-ધંધાને માણસો મળતા નથી. આવા બિનકમાઉ માણસો વસ્તીમાં વધારો કરી રહી છે. સરકારે વસ્તી વધારાને રોકવા કોઈ પણ સક્રિય અને કડક પગલા ભરવા જોઈએ.
સુરત     – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સાંપ્રત રાજકીય તરકટ
આપણા નેતાઓ અને આપણી સરકસ સમાંતર રાજકીય વ્યવસ્થા એ કાયદા વિરૂદ્ધનું કૃત્ય નથી એવું ઠસાવવું, મુસ્લિમો પ્રતિ સદ્દભાવના દર્શાવવા મુસ્લિમ પરિવારોને કપડાં-અનાજ-મીઠાઈઓ વહેંચવી, જનસંખ્યા આધારિત સીમાંકન વિવાદ વચ્ચે દક્ષિણના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરવી, રાજ્યની અસ્મિતા જાળવવાના ભાગરૂપે સીએમ તરીકે કોઇ દલિત નેતાને તક આપવી, દેશની મહિલાઓ પોતાના ઘરેણાં ગીરવે મૂકવા મજબૂર થઇ રહી છે એવું ગળું ફાડીને કહેવું. રાજકારણમાં જ્ઞાતિવાદ ઘર કરી ગયો છે અને સમાજમાં જ્ઞાતિનું મહત્વ એકદમ વધી ગયું છે એમ કહી બળતામાં ઘી હોમવું, કેટલા લોકો સ્ટેન્ડઅપ કોમેડિયન્સ મારફત એમનો રાજકીય એજન્ડા પાર પાડે છે અને ખુલ્લેઆમ કહેવું આદિ રાજકીય ચાળા-ચટકા-નુસખા-કીમિયા-તરકટ સાંપ્રતકાળમાં દૃષ્ટિગોચર થાય છે.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top