સુરત: લિંબાયત ગાયત્રી નગરમાં મિત્રની માતાની સારવાર (TREATMENT) માટે રોકડ મદદ કરવા જઇ રહેલા યુવક પર માથાભારે લોકોએ ચપ્પુ વડે હુમલો (ATTACK) કરી રોકડા રૂ.10 હજાર તથા બાઇકની લૂંટ (ROBBERY) ચલાવી ભાગી છુટ્યા હતા. લૂંટારૂએ ત્યાંથી પસાર થતા ટ્રેકટર ચાલક પર પણ હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઉધના જીવનજ્યોતની પાછળ ભાઠેના રોડ આશીર્વાદ એપાટર્મેન્ટમાં રહેતો 30 વર્ષીય કૃણાલ દિપકભાઈ પોલેકર હાલ સરદાર માર્કેટમાં તિરુપતિ બાલાજી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તે ગઇકાલે બપોરે 12 વાગ્યે તેના મિત્ર (FRIEND) પિનુ જોગીની બહેન અનિતાએ ફોન કરી અમદાવાદ રહેતી માતાની સારવાર માટે રૂપિયાની જરૂર છે. તેવું કહેતા કૃણાલે માનવતા દર્શાવી રૂ.10 હજારની વ્યવસ્થા કરી 3.30 વાગ્યે બેગમાં પૈસા લઈ લિંબાયત ગાયત્રીનગર ખાતે અનિતાના ઘરે ગયો હતો.
પણ ત્યાં તાળું હોય અનિતાને ફોન કરતા તેણે નહીં ઉપાડતા પાડોશીઓને પુછી તે દાદર ઉતરતો હતો, ત્યારે જ ચાર અજાણ્યાએ તેને અટકાવ્યો હતો. તે પૈકી એક યુવાને તેનો કોલર પકડતા સાથેના યુવાને માર ‘દિપક માર’ કહેતા તે યુવાને કૃણાલને બે-ત્રણ તમાચા (SLAPPED) મારી દીધા હતા. અન્ય માથાભારે યુવાનોએ કૃણાલના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ (CASH BAG) ખેંચવા લાગતા કૃણાલે પકડી રાખી ત્યારે તમાચા મારનાર મુન્ના નામના શખ્સે બેગ ખેંચી તેમજ અન્ય યુવાનને ‘સાહિલ મુન્ના કો મદદ કર’ તેમ કહ્યું હતું. કૃણાલે બેગ નહીં છોડતા માથાભારે દિપકે પીઠમાં ચપ્પુ મારતા બેગ છૂટી ગઈ હતી અને ચારેય રોકડા રૂ.10 હજાર અને બાઈક (BIKE)ની આર.સી.બુક સાથેની બેગ લઈ ભાગી જતા કૃણાલે બુમ મચાવી હતી.
લુંટારૂ (ROBBER) શખ્સો ભાગી રહ્યા હતા ત્યારે પાંડેસરા ગણેશ નગરમાં રહેતો અને ટ્રેકટર ચાલક રાજકુમાર ભગવતીપ્રસાદ રાજપૂત ટ્રેકટર લઇને આવતો હતો, જેથી લૂંટારૃઓએ તેને પણ બાનમાં લીધો હતો, અને ત્યાં જ તેને પણ પીઠના ભાગે ચુપ્પુ મારી દઇ ચારેય જણા ભાગી છુટ્યા હતા. બનાવના પગલે ભેગા થયેલા લોકોએ બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ લઇ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ તો લિંબાયત પોલીસને જાણ કરાતા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.