સલમાન અને ઇમરાન હાશમી એકબીજાના દુશ્મન બન્યા છે. આ વાત અમે નહીં પણ સૂત્રો કહી રહ્યા છે. તમે બધા તો જાણો જ છો કે સલમાન ખાન (SALMAN KHAN) અને કેટરિના કૈફ ( KAITRINA KAIF) 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ એક થા ટાઇગરમાં ( EK THA TIGER) સાથે જોવા મળ્યા હતા. અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર હિટ રહી હતી. તો વાત જાણે એમ છે કે આ હીટ ફિલ્મની સિક્વલ બનવા જઇ રહી છે, અને તેના માટે યશરાજે ઇમરાન હાશ્મીને વિલનના રોલ માટે પસંદ કર્યો હોય એવા સમાચારો છે.
આમ તો ફિલ્મમાં વિલન કોણ હશે તે અંગે કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી. પણ યશ રાજ ફિલ્મ્સ (YASH RAJ FILMS-YRF) વિલન માટે એક અલગ ચહેરો શોધી રહી છે. જેમકે તેણે ‘ટાઇગર ઝિંદા હૈ’ માં સજ્જાદ ડેલાફરોઝને વિલન તરીકે લીધો હતો. આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે ઇમરાન હાશ્મીને ( IMRAN HASHMI) આખરી ઓપ અપાયો છે. હવે વિલન ખૂંખાર હોય તો જ હીરો ‘હીરો’ લાગે!
સૂત્રોએ જણાવ્યા મુજબ વાયઆરએફને લાગે છે કે ઈમરાન વિલનના રોલમાં ફિટ થઈ જશે. તે એક ઉત્કૃષ્ટ અભિનેતા છે અને આ ગુણવત્તા ભૂમિકા માટે યોગ્ય છે. હવે ઈમરાન આ ફિલ્મમાં હશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એવા અહેવાલો છે કે ફિલ્મનું પ્રથમ શિડ્યુલ મુંબઈમાં શરૂ થશે અને તે માર્ચ 2020 ના ત્રીજા અઠવાડિયામાં ફ્લોર પર જશે. માર્ચથી ઇમરાનના શૂટિંગમાં જોડાવાના સમાચાર છે. પ્રથમ શિડ્યુલ વાયઆરએફ સ્ટુડિયોમાં હશે, જ્યાં ઇમરાન, કેટરીના અને સલમાન સાથે થોડી મિનિટોનો સીન શૂટ કરશે. બીજુ શિડ્યુલ મધ્ય પૂર્વમાં અને ત્રીજું અને અંતિમ શિડ્યૂલ મુંબઈમાં હશે.
2012 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’માં સલમાન ખાન અને કેટરીના કૈફ એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ એક બ્લોકબસ્ટર હિટ રહી હતી અને તેણે બોક્સ ઓફિસ પર 320 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી વર્ષ 2017 માં ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ ( TIGER ABHI JINDA HAI) રિલીઝ થઈ હતી, જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એક સાથે હતા.
સલમાન અને કેટરિના કૈફ અગાઉ યુવરાજ, જીવનસાથી, મૈને પ્યાર કિયા, એક થા ટાઇગર, ટાઇગર જિંદા હૈ અને ભારત જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.