હાલ કોમેડી કરવી કે કોમેડી પર વાતો કરવી સાહસનું કામ ગણી શકો છો. છતાં જો કોમેડી કરો છો તો વિવાદમાં ફસાવાની, X(ટ્વિટર) પર ટ્રોલ થવાની, FIR થવાની, કોર્ટમાં કે પોલીસ સ્ટેશન જવા સુધીની તૈયારીઓ રાખવી પછી જ તમે કરિયરની શરૂઆત કરી શકો છો. આ સમયમાં લોકો કોમેડી કરતા પહેલા વિચારે છે ત્યારે કોઈ પણ કોન્ટ્રોવર્સી, અશ્લીલતા, વિવાદથી દૂર રહી સખ્ત લોન્ડા બની તેના ફેન્સને આ પણો વેબસ્ટાર ઝાકીર ખાન ખુબ હસાવી રહ્યો છે! ફેન્સ ઓફેન્સ થયા વગર પેટ પકડીને હસી રહ્યા છે. કેસ, કોર્ટ, કોન્ટ્રોવર્સીને દૂર રાખી ઝાકીર તેનો નવો શો આવી રહ્યો.
તો વાચકગણ કૃપયા ધ્યાન આપે, પેટ પકડીને હસાવવા આવનારી દિલુલુ એક્સપ્રેસને 27 માર્ચે ચાલક ઝાકીર ખાન એમેઝોન પ્રાઈમ પર લઈ આવી રહ્યાે છે. આ Delulu (દિલુલુ) એક Gen-Z શબ્દ છે, જે ડીલ્યુઝન જેના ભાવ માટે તેઓ વાપરતા હોય છે. નામ પરથી જ ખબર પડી રહી છે આ શોમાં Gen-Zને ટાર્ગેટ કરવામાં આવ્યા હશે.
ભારતમાં લોકો હ્યુમરને ખુબ પસંદ કરે છે. શરીરમાં પાણી જેટલી જ માત્રા હ્યુમરની છે પણ એટલી વેલ્યુ નથી આપવામાં આવતી, સ્ટેન્ડઅપ ક્લચરે આ સીનમાં ચેન્જ લાવ્યો છે. હ્યુમર કે લાફ્ટરની આ પ્રોસેસમાં ઘણા બધા અલગ અલગ શો અને કોમેડિયન આવ્યા. કુણાલ કામરા, વરુણ ગ્રોવર જેવા કલાકારો પોલિટીકલ સ્ટાયર માટે જાણીતા થયા, હર્ષ, બસ્સી, ગુરલીન વગેરે થોડા ઍડલ્ટરી જોક માટે જોવાયા, સમય રૈના, મધુર વિરલી જેવા આર્ટિસ્ટ ડાર્ક કોન્ટેન્ટ આપે છે. તો વિપુલ ગોયલ, ગૌરવ ગુપ્તા, અમન, આશિષ જેવા કલાકારો બધી જ કોમેડી થોડી થોડી પીરસે છે. આ બધામાં ઝાકીરના કોમેડી, સ્ટોરી ટેલિંગનો ક્રાફ્ટ અલગ છે. એ તમને ક્યારેક મેલ-ફિમેલ વચ્ચેનાં લાઇફસ્ટાઇલ ડિફરન્સ સમજાવે, સલાહ આપે છે, ફેમેલીની વાતો, જૂની યાદો, દોસ્તોની જરૂરિયાત, લડાઈ, પ્રેમ, જેવા ઇમોશનને લગતા વિષય પર એવી મજેદાર વાર્તાઓ બારીકાઈથી નકસી કરેલા હ્યુમરમાં વીંટીને આપે કે લોકોને ગમે છે. ‘દિલુલુ એક્સપ્રેસ’ પહેલા આવેલા તેના પાછલા સ્ટેન્ડઅપ શોઝ મનપસંદ, તથાસ્તુ, કક્ષા ગ્યારવી, હક સે સિંગલમાં આ બધી વાતો હતી, લોકો વારંવાર જોવે છે, શેર થાય છે, મીમ બને છે, આ નવા શોમાંથી પણ નવા મીમ ટેમ્પ્લેટ મળશે! આ શોની અત્યારથી રાહ જોવાઈ રહી છે. •

