SURAT

‘ભાઈગીરી’ની રીલ બનાવનારા સામે સુરત પોલીસની કાર્યવાહી, 25ની ID ડિલીટ કરાવી

સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે અસામાજિક પ્રવૃતિ કરનારા પણ સોશિયલ મીડિયાથી પોતાની ધાક ઉભી કરવા માટે અવનવા વીડિયો મૂકતા હોય છે. આવા રીલબાજો સામે સુરત પોલીસે એક્શન લીધી છે.

સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લાવવામાં આવી હતી. 25 જેટલા રીલબાજોને ભેગા કરીને તેમની આઈડી કાયમ માટે ડિલિટ કરાવી દીધી છે.

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ફિજિકલી તો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયામાં પણ ભાઈગીરી કરનારા સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે દ્વારા સોસીયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરી છે. શહેરના 25 રીલબાજ અસામાજિક તત્વોને બોલાવી, તેમની ઈન્સ્ટાગ્રામ ID પરમેનેન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે.

આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર, ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા.

અસામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા.આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા.

હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી, તેમની ઈન્સ્ટાગ્રામ IDઓને હમેશા માટે ડિલીટ કરાવી દીધી છે. સાથે જ નવી આઈડી પરથી આ પ્રકારની પ્રવૃતિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે.

Most Popular

To Top