ગુજરાતની દારૂબંધીને ૦૧-૦૫-૨૦૨૫ ના રોજ ૬૫ વર્ષ પૂરા થશે, તેમ છતાં ગુજરાતનો કોઈ એવી જગ્યા ન હશે કે જ્યાં દારૂ મળતો ન હોય. દક્ષિણ ગુજરાતની બાજુમાં કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી, સેલવાસ, દમણ અને અન્ય પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જ્યાં દારૂની છૂટ હોવાથી ચોરી છૂપીથી ગુજરાતમાં દારૂ પીનારા લોકોને બુટલેગરો દારૂ પહોંચાડે છે. તેથી દારૂ પીવાતો હોય છે. ગુજરાતના ઘણા શહેરો જીલ્લા કે ગામ વિસ્તારોમા અત્યંત રૂઢિચુસ્ત લોકો હોવા છતાં કોઈ પોલીસ સ્ટેશન એવું ના હશે કે જ્યાં દારૂ પીનારા પકડાયા ન હોય અને નશાબંધીના કેસો થયા ન હોય. ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ ગઇ હોવા છતા કોઈ કારણે પરાણે દારૂબંધીના કાયદાને અમલમાં રાખવામાં આવ્યો છે તે હવે હાસ્યાસ્પદ બની ગયો છે. કારણ કે, તમે જ્યાં જાઓ ત્યાં ખુલ્લેઆમ દારૂ મળી રહેતો હોય તો શું સરકારને કે પોલીસ ખાતાને આની ખબર ન હોય? હું એવા દારૂ પીનારા બંધાણીઓને જોઉં છું કે તેઓ રોજ પોતાના જરૂરિયાત મુજબનો દારૂ મેળવી લઈ પીતા હોય છે. જો ગુજરાત સરકાર ખરેખર દારૂબંધીનો અમલ કરાવવા માંગતી હોય તો રોજના લાખો લોકો પીધેલી હાલતમાં પકડાઈ શકે છે. ગુજરાતમાં દારૂ પીનારા લોકો એટલા જંગી પ્રમાણમાં છે કે જો દરેકને પકડવામાં આવે તો સરકારે નવી જેલો બનાવવી પડે. ગુજરાતની દારૂબંધીને ૬૫ વર્ષ થયા હોવા છતાં સફળતા મળી હોય તેવું દેખાતું નથી. હવે સરકાર માટે બે જ વિકલ્પ છે કા તો દારૂબંધીનો સખ્તાઇથી અમલ કરાવવામાં આવે અને જો અમલ ન થઇ શકે તો પછી દારૂબંધી હતાવી દેવામાં આવે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એક્સપાયરી ડેઈટ?!
મોટા ભાગના પેશન્ટો ભાગ્યે જ હટકાટ રાખે છે કે ડેઈટ એક્સપાયર નથી થઈ ગઈ? પ્રિસ્કીપ્સન લખતા ડૉક્ટરોની પણ દવા કંપનીઓ સાથેની ભાગીદારી હોય છે. વિદેશી પ્રવાસ, સંતાનો પણ વિદેશોમાં ભણે છે. વાર-તહેવાર કિંમતી ભેટ સોગાદ. જે આત્મિયતા હતી તે આજે ડૉક્ટોરની રહી નથી. ન જોઈતી દવાઓ પણ લખી આવે છે, જેની લાંબેગાળે આડઅસર થતી હોય છે. દવા બનાવનારાઓ એક્સપાયરી ડેઈટના રેપર પણ બદલી નાંખે છે. રેપર તે જ રહેશે દવા બદલાઈ જશે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
