Charchapatra

ત્રિફળાના સેવનથી થતાં લાભાલાભ

એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફળા ચૂર્ણ અત્યંત કારગર અને ગુણકારી માનવામાં આવે છે. ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું મધુર મિલન છે જે સ્વાસ્થ્યને અલમસ્ત રાખે છે. હરડે: આની તુલના આયુર્વેદમાં માતાના દૂધની સમાન ગણાવાઈ છે. હરડે ત્રિદોષ (વાયુ, પિત્ત અને કફ)નાશક છે. હરડે ભૂખ લગાડે છે. હરડે હૃદય અને મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે. આમળાઃ શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. યુવાની બરકરાર રાખે છે. પિત્ત દોષમાં ફાયદાકારક છે. પાચનને દુરસ્ત રાખે છે. બહેડાઃ કફદોષનાશક અને કેશવર્ધક હોવાથી વાળને કાળા રાખવામાં મદદ કરે છે.

આંખ અને લોહી સંબંધી રોગોમાં લાભકારી છે. આમ આ ત્રણેય અત્યંત ગુણકારી વસ્તુઓના સંગમથી બને છે ત્રિફળાનું ચૂર્ણ આયુર્વેદમાં આંખના રોગોમાં ‘ત્રિફલા ચૂર્ણ’નું વિશેષ મહત્વ છે. અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ જો સવાર- સાંજ એક ચમચી મધ અથવા ઘી સાથે ચાટવામાં આવે અને ઉપર એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો આંખની રતાશ, આંખ આવવી, આંજણી થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ઝાંખું દેખાવું, પાણી પડવું, સોજો થવો વગેરેમાં ફાયદો થાય છે. ત્રિફળા ચૂર્ણના ઉકાળાને ઠંડો કરી નિતારીને આ પાણી સવાર- સાંજ આંખ પર છાંટવાથી પણ ઉપર્યુક્ત રોગોમાં ફાયદો થાય છે! એ છતાં પણ જાણકાર નાડી વૈદરાજ અને / અથવા નિષ્ણાંત હકીમની સલાહ ઉત્તમ અને હિતકારી લેખાશે!
સુરત સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top