*શિનોર:
વડોદરા જીલ્લામાં,શિનોર તાલુકાના 15 ગામોમાં અંદાજે 3.60 કરોડના ખર્ચે ” પંચાયત ઘર કમ મંત્રી નિવાસ ” ના કામ ને ગુજરાત સરકાર ધ્વારા મંજૂરીની મહોર મારતાં આ વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સહિત જીલ્લા તેમજ તાલુકા વિકાસ અધિકારીનો આભાર માન્યો હતો.
શિનોર તાલુકાના 41 ગામો પૈકી 40 ગ્રામ પંચાયત કચેરીઓ કાર્યરત છે. જે પૈકી ઘણીખરી પંચાયત કચેરીઓ જર્જરીત અને સુવિધા વિહોણી હોય,જે તે ગામના સરપંચો અને ગ્રામજનો ધ્વારા,ધારાસભ્ય અક્ષય પટેલ સમક્ષ પ્રબળ માંગ કરાઇ હતી.જે બાબતે ધારાસભ્ય ધ્વારા ગુજરાત સરકારમાં રજુઆત કરી, નવીન ‘પંચાયત ઘર કમ મંત્રી નિવાસ’ બનાવવા અંગેની માંગ કરાઈ હતી.જે માંગ ને મંજુરી ની મહોર મારતાં,ગુજરાત સરકાર ધ્વારા શિનોર તાલુકાની 40 પંચાયતો પૈકી એકસાથે અંદાજે 3.60 કરોડના ખર્ચે 15 ગામોમાં નવીન ‘ પંચાયત ઘર કમ મંત્રી નિવાસ ‘ના કામ ને મંજુરીની મહોર મારતાં ધારાસભ્ય અક્ષય પટેલે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પંચાયતમંત્રી બાબુભાઈ ખાબડ અને જીલ્લા- તાલુકા વિકાસ અધિકારીનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી..
ઉલ્લેખનીય છે કે અંદાજે 24 લાખની માતબર રકમના ખર્ચે આગામી સમયમાં નિર્માણ પામનાર, પંચાયત ઘર કમ મંત્રી નિવાસના કામ માટે શિનોર તાલુકાના ગરાડી,ટીંગલોદ,સતિષાણા,સાંધા,અચીસરા,માંડવા,ભેખડા,ઉતરાજ,કુકશ,નાનાહબીપુરા,આનંદી,દામાપુરા,તરવા,દામનગરઅને માલસર ગામનો સમાવેશ કરાયો છે..
