National

જેમણે સૂંઘવાની શક્તિ ગુમાવી હોય તેવા કોરોનાના દર્દીઓ અંગે બહાર આવ્યો નવો અભ્યાસ

ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક નવું સંશોધન થયું છે જે એમ જણાવે છે કે કોરોનાવાયરસનો ચેપ લાગવાથી જે દર્દીઓએ સૂંઘવાની શક્તિ ગુમાવી હોય તેમની જાતીય ક્ષમતા પણ ક્ષીણ થઇ શકે છે કે નાબૂદ થઇ શકે છે.

અમેરિકી સંશોધકોએ સૂંઘવાની શક્તિ નષ્ટ થવી અને કામોત્તેજના ઘટવાની વચ્ચે કડી શોધી કાઢી છે. સૂંઘવાની શક્તિ એ લિમ્બિક સિસ્ટમની સાથે સંકળાયેલી છે જે સિસ્ટમ જાતીય પ્રેરણા પણ સર્જાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે.

સંશોધનોમાં એવું જણાયું છે કે ગંધ પારખવાની શક્તિ નાબૂદ થવી કે જેને એનોસ્મિઆ તરીકે ઓળખવામાં આવે છે તેને કારણે સેક્સ માટેની ઇચ્છા મંદ પડી જાય છે. નિષ્ણાતો કહે છે કે ગંધની સેન્સ એ જાતીય ઇચ્છા ભડકાવવામાં મજબૂત ભાગ ભજે છે અને આ બંને બાબતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.

જો કે આવું યુવાનો કરતા મોટી ઉંમરના લોકોમાં વધુ થઇ શકે છે એમ પણ અભ્યાસમાં જણાયું છે. જો કે અહીં એ નોંધપાત્ર છે કે કોવિડ-૧૯ના દર્દીમાં સૂંઘવાની શક્તિ ગુમાવવી એ હંગામી લક્ષણ હોય છે કાયમી નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top