Gujarat

નલિયામાં એક જ દિવસમાં તાપમાન ગગડી 17થી 6 ડિગ્રી પર પહોંચી ગયુ

ગાંધીનગર : સતત એક અઠવાડિયા સુધી ગરમી લાગ્યા બાદ આજે દિવસ દરમિયાન શીત લહેરની અસર સાથે રાજયમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મંગળવારે કચ્છના નલિયામાં 17 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જો કે આજે અચાનક ઠંડીનો પારો નીચે ગગડીને 6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ રાજયમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજયમાં વડોદરા તથા દિવમાં 36 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી.

બીજી તરફ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે તે પછી ફરીથી ગરમીનો રાઉન્ડ આવશે, જેમાં 2થી 5 ડિગ્રી ગરમી વધશે. 24 કલાક પછી ગરમી વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ,રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 33 ડિ.સે., ડીસામાં 30 ડિ.સે., ગાંધીનગરમાં 33 ડિ.સે. વલ્લભ વિદ્યાનગરમાં 33 ડિ.સે.,વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., ભૂજમાં 35 ડિ.સે., નલિયામાં 31 ડિ.સે., કંડલા પોર્ટ પર 33 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 32 ડિ.સે., અમરેલીમાં 34 ડિ.સે., ભાવનગરમાં 33 ડિ.સે.,રાજકોટમાં 34 ડિ.સે.,મહુવા 35 ડિ.સે. અને કેશોદમાં 33 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું. નલિયામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top