SURAT

વારંવાર રિપેર કરવા છતાં કાકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું, એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ

આજે સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં ઉશ્કેર ગામ પાસે સિંચાઇ વિભાગની મુખ્ય નહેર તૂટી ગઈ છે અને લાખો લીટર પાણી આજુબાજુ નાં ખેડૂતોના ખેતરમાં વહી ગયું છે. જેથી ખેડૂતોના મહામૂલા પાકને નુકસાન થયું છે. જે બાબત ખૂબ જ ગંભીર છે.

સિંચાઈ વિભાગની નહેરમાં આશરે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી સિમેન્ટ કોંક્રેટ વાળી મજબૂત બનાવવા બાદ 12 વખત નહેર તૂટી ગઈ છે. મહત્વની બાબત તો એ છે કે આ દરેક વખતે સુરત જિલ્લાના માડવી ખાતે જ મુખ્ય નહેર તૂટી જવાની કે ગાબડું પડવાની ઘટના બનતી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા દર્શન નાયકે આ મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. આ સાથે જ રિપેરિંગ કામ કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ ઉઠાવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે, ખેડૂતોને સિંચાઈનું પાણી યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે મળી રહે એવા શુભ આશય થી સિંચાઈ વિભાગની નહેરોનું રિપેરિંગ કરી સિમેન્ટ અને કોંક્રેટ વાળી મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયા સરકાર દ્વારા એજન્સી ને ચુકવવા આવે છે. પરંતુ એજન્સી દ્વારા પોતાનું કામ ટેન્ડરની શરતો અને સરકારી નીતિનિયમો મુજબ કરવામાં આવેલ હોય નહીં, તો જ આ પ્રકારે નહેર તૂટવાની ઘટનો વારંવાર બની રહી છે.આ બાબતે તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે તેમ છે.

હાલમાં સમગ્ર વિસ્તારમાં ડાંગર ,શેરડી અને શાકભાજી ની સિઝન ચાલી રહી છે.સ્વાભાવિક છે કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કર ગામ ખાતે નહેરમાં ગાબડું પરતા આ સમગ્ર વિસ્તારમાં સિંચાઇના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઉભો થયો છે,જેથી સમગ્ર વિસ્તારમાં ડાંગળ,શેરડી અને શાકભાજી ની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર થઈ છે.

એજન્સીને બ્લેક લિસ્ટ કરવા , ખેડૂતો માટે વળતરની માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સિંચાઈ વિભાગની મુખ્ય નહેર વારંવાર તૂટવા બાબતે તપાસ કરાવી પોતાના કામમાં બેદરકારી દાખવનાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવા માંગ કરી છે. તેમજ સિંચાઈ વિભાગના જે જવાબદાર અધિકારીએ પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવી હોય તેમની સામે પણ દાખલો બેસે એવી કાર્યવાહીની માગણી કરી છે.

તે ઉપરાંત સિંચાઇ વિભાગની મુખ્ય નહેર તૂટી જવાથી આજુબાજુનાં ખેડૂતોના ખેતરમાં ખેડૂતોના મહામૂલા પાકને જે નુકસાન થવા પામેલ છે, તેનો સર્વે કરાવી તેમણે નુકસાન વળતર ચૂકવવામાં આવે આવી લોકહિતમાં મારી માગણી અને લાગણી છે.

શું છે મામલો?
સુરત જિલ્લામાં સિંચાઈનું પાણી ખેડૂતો ને પહોંચાડવા માટે કાકરાપાર જમણા કાંઠા અને કાકરાપાર ડાબા કાંઠા નહેર જે તે સમયે ખેડૂતોની જમીન સંપાદન કરી બનાવવામાં આવી હતી. આ મુખ્ય નહેર જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે તેની પાણી વહન કરવાની ક્ષમતા 2800 ક્યુસેક હતી પરંતુ સમયની જરૂરિયાતની સાથે સિચાઈની પાણીની માંગ વધતાં તેને પૂરી કરવા માટે સરકાનાં સિચાઈ વિભાગ દ્વારા આશરે 90 જેટલા દિવસ નહેરમાં સિચાઈ માટેનું પાણી આપવાનું બંધ રાખી લગભગ 1000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરી સિમેન્ટ કોંક્રેટ વાળી મજબૂત બનાવવા આવી છે.

જોકે આ નહેરને રિપેરિંગ કરી મજબૂત બનાવ્યા બાદ તેની પાણી વહન કરવાની ક્ષમતા આશરે 3500 ક્યુસેક થઈ છે. પરંતુ આ મુખ્ય નહેરમાં આશરે 50 જેટલા સ્ટ્રક્ચરનું રિપેરિંગ કરવામાં ન આવેલું હોવાને કારણે આ સ્ટ્રકચરો 3500 ક્યુસેક પાણીના વહેણ ને સહન કરવાની ક્ષમતા હતી કે નહીં તે બાબતે કોઈ તકેદારી રાખવામાં આવી હતી નહીં. જેથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ નહેરો વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે. જે બાબત ખુબ ગંભીર છે. જે એજન્સી અને જવાબદાર અધિકારીઓની બેદરકારી બતાવે છે.

Most Popular

To Top