આજકાલ ઘણાં બધાં લોકોને એમની જિંદગીના એક પડાવ પર પહોંચીને લાગે છે કે જીવનસાથીની પસંદગીમાં ભૂલ થઇ ગઇ અથવા સાથે રહેતાં સમજાય કે બંને જણા જુદી જુદી દિશામાં નીકળી ગયાં. જેને ગ્રેડિવોર્સ કહેવાય કારણ છે. વળી ગ્રે થઇ ગયા હોય ત્યારે ડિવોર્સનો વિચાર અમલમાં આવે ગ્રે ડિવોર્સની જેમજ ગ્રે અફેર પણ આજની સોસાયટીનો પ્રશ્ન છે. આ લગ્નેતર સંબંધની વાત નથી. કદાચ અહીં માત્ર શારીરિક આકર્ષણનું મહત્ત્વ નથી હોતું. આ સંબંધ એવી ઉંમરે થાય જયારે મોટે ભાગે શરીરનું મહત્ત્વ નથી રહેતું. આ ઉંમરે ઘણાં લોકો રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે, વ્યવસાય કે નોકરીમાં સતત સ્ટ્રેસ અનુભવતી લગભગ દરેક વ્યકિતને નિરાંતકે શાંતિની અનુભવની શોધ છે.
આ શોધ માણસ સિવાય કશાયથી પૂરી શકાતી નથી. આ સમયમાં કમ્યુનિકેશનમાં સાધનો વધ્યાં છે. પરંતુ એની સાથે મિસકમ્યુનિકેશન પણ ખૂબ વધ્યું છે. બદલાતી જીવનશૈલી સાથે હવે ફ્રીડમ જોઇએ છે. ઘરે મોટા ભાગનાને ફ્રીડમની વ્યાખ્યા અને પરિણામો વિશે ખ્યાલ નથી મે બહુ સહન કર્યુ હવે નહીં કરું બંને જણા ખરેખર જાણતા જ નથી કે સમસ્યા શું છે. જે નથી મળ્યું એ હંમેશા વધુ સુંદર અને ઝંખવા યોગ્ય હોય છે. અસંતોષ, ઉપેક્ષા, ચીડ, કંટાળો અને છેલ્લે વાત છૂટા પડવા સુધી આવી જાય પણ નવા સંબંધની શોધમાં ન કામ પડવાથી ખરેખર સુખી થઇ શકાય ખરું ? દુનિયાનો કોઇ પણ સંબંધ બહારથી અને જીવવાનું શરૂ કરવામાં આવે ત્યારે બે જુદા ચહેરા ધરાવતો સંબંધ બની રહે. ગ્રે ડિબેર્સ, ગ્રે અફેર અને ગ્રે એટીટ્યુટ ઓફ લાઇફ આજના આધુનિક સમયગાળાની દેન છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
