સુરત: શહેર પોલીસ કમિશનરે (SURAT POLICE COMMISSIONER) રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુડ્સ વ્હિકલ (GOODS VEHICLE)ની અવરજવરનો સમય પ્રતિબંધિત કરાતું જાહેરનામું બહાર પાડ્યું હતું જેને લીધે વેપાર પર અસર પડી રહી હોવાની રજૂઆત ટેમ્પોચાલકો કરી રહ્યા છે. તેઓએ જણાવ્યાનુંસાર કાપડ માર્કેટમાં 30 ટકા જેટલાં ગુડ્સની ડિલિવરી ઘટી ગઈ છે.
વેપારી સંગઠનો દ્વારા શહેર પોલીસ કમિશનરને રિંગ રોડ પર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જેને લીધે પોલીસ કમિશનરે હાલમાં જ પરિપત્ર જાહેર કરી કાપડ માર્કેટ વિસ્તારમાં સવારે 11 થી સાંજે 7 અને રાત્રે 10 વાગ્યા પછી જ ટેમ્પોને માલનું પરિવહન કરવા મંજૂરી આપી છે, તે સિવાયના સમયમાં ટેમ્પો, ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી કમિશનરના જાહેરનામા (COMMISSIONER NOTIFICATION)નો કડકાઈથી અમલ શરૂ થયો છે, જેના લીધે ગુડ્સની હેરફેર પર અસર પડી છે.
ગ્રે ફિનિશ્ડ ડિલીવરી ટેમ્પો કોન્ટ્રાક્ટર વેલફેર એસોસિએશનના પ્રમુખ સંજય પાટીલના જણાવ્યા અનુસાર જાહેરનામાને કારણે માત્ર 70 ટકા જ માલની ડિલેવરી (DELIVERY) કરી શકાય છે. આ ઉપરાંત માત્ર 5 મિનિટ વિલંબ થાય તો પણ પોલીસ દ્વારા દંડ વસૂલે છે. જો કે એના કારણે ભયના માર્યા ટેમ્પ ચાલકો હવે આ જ દંડથી દૂર થવા હેરાફેરી પર ઘટાડો કરી રહ્યા છે, માટે સમગ્ર પ્રક્રિયાની અસર હેઠળ માર્કેટ પર અસર થઇ રહી છે.
આ મુદ્દે ટેમ્પોચાલકોની ફરિયાદ ઉઠતાં સોમવારના રોજ ગ્રે ફિનિશ ડિલેવરી ટેમ્પો કોન્ટ્રાક્ટર વેલફેર એસોસિએશન દ્વારા ટ્રાફિક એસીપીને મળીને સમસ્યાનું નિરાકરણ કરવા માટે રજૂઆત કરી હતી. સમસ્યાના સમધાન માટે શહેરના અલગ અલગ એસોસિએશન (ASSOCIATION) મળીને પોલીસ કમિશરને ફરી વખત રજૂઆત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પહેલાથી જ માર્કેટ પર માઠી અસર થઇ છે, અને લોકડાઉન બાદ પણ વેપાર કઈ ખાસ ઝડપ પકડી શક્યો નથી. માટે જ ટેમ્પા ચાલકો દ્વારા આ મર્યાદિત સમય માટે માંગ કરી રહ્યા છે, અને જે સમય નિર્ધારિત કરાયો છે તેમાં છૂટ વધારવાની પણ માંગ કરી રહ્યા છે. ટેમ્પા ચાલકો માટે પણ ટ્રાફિક સમસ્યા તો એક પ્રશ્ન (QUESTION) છે જ પણ આ પ્રશ્ન કરતા પણ મોટો પ્રશ્ન હાલ માર્કેટને રાબેતા મુજબ કરવાનો છે.