દિલ્હીની બસોને એચસીએનજી આધારિત કરવા માટેનું પહેલું ‘એચસીએનજી’ સ્ટેશન મળ્યું
દિલ્હીની બસો માટે ‘દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ (DTC) ને શહેરમાં પેસેન્જરોને લાવતી લઇ જતી બસો માટે ૫ મી જુલાઇ વર્ષ 2019 ના રોજથી બસના એંજીનોમાં ડીઝલ અશ્મિ બળતણને બદલે ‘હાઇડ્રોજન કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ’ (HCNG) આધારિત કરવા માટેનું પોતાનું ‘એચસીએનજી’ બળતણ આધારિત સ્ટેશન મળ્યું છે.
બસના એંજીનમાં આ ‘એચસીએનજી’નો બળતણ તરીકે ઉપયોગ લાભકારક સાબિત થઇ શકે
‘દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ની બસો અને શહેરની બીજી ડીઝલ આધારિત બસોથી અત્યાર સુધી એંજીનોમાં ડીઝલના દહનને કારણે જે પ્રદૂષણ થતું હતું, તેમાં 80 ટકાનો ઘટાડો થશે.
આ માટેના પહેલામાં પહેલા પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્લાન્ટને અર્ધવ્યાપારિક આધાર પર કાર્યરત કરવાના હેતુથી દિલ્હીની ૫૦ બસોને ‘એચસીએનજી’ આધારિત કરવા માટે ‘ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ’ અને ‘ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ’ વચ્ચે બીએસ IV (ચાર) ઉપયોગ માટેનો પહેલામાં પહેલો અર્ધ સરકારી પ્લાન્ટ ઊભો કરવા માટે સહકાર સાધવામાં આવ્યો હતો.
આ નવા બળતણ ’એચસીએનજી’નું જયારે ‘ઓટોમેટીવ રીસર્ચ એસોસીએશન ઓફ ઇન્ડિઆ’ (એઆરએઆઇ – અરાઇ) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ‘સીએનજી’ બળતણની સરખામણીએ આ ‘એચસીએનજી’ બળતણના દહનને કારણે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં ભળતા ગ્રીન હાઉસ વાયુ એવા કાર્બન મોનોકસાઇડના પ્રમાણમાં અગાઉ કરતાં 70 ટકા અને હાઇડ્રોકાર્બનોના પ્રમાણમાં ૨૫ ટકાનો ઘટાડો થયેલો હોવાનું જણાયું હતું. એવો અંદાજ મૂકવામાં આવે છે કે આ પ્રગાઢ સુધારાત્મક પ્રક્રિયા જયારે આવો જ લાભ મેળવવા માટે હાઇડ્રોજનને ‘સીએનજી’માં સીધેસીધો ભેળવવામાં આવે છે, તેના કરતાં આર્થિક રીતે 30 ટકા વધારે પોષણક્ષમ બનશે.
અમેરિકા બ્રાઝિલ અને દક્ષિણ કોરીઆમાં ‘એચસીએનજી’નું બળતણ તરીકે પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે ‘કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ’ (CNG) એ ઊંચા દબાણ હેઠળ સંગ્રહાયેલો મિથેન (સીએચ 4) વાયુ છે. આ ‘સીએનજી’ ફયૂલને ગેસોલીન, ડીઝલ, પ્રોપેન (C3H8) / એલપીજી ની અવેજીમાં ઉપયોગમાં લઇ શકાય. તેના બળવાથી વધારે ઓછા પ્રમાણમાં અનિચ્છનીય વાયુઓ વાતાવરણમાં ભળે. આંતર દહન એંજીનોના બળતણ તરીકે આ હાઇડ્રોજન કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (એચસીએનજી)ને એક વધારે સ્વચ્છ સ્રોત તરીકે જોવામાં આવે છે અને તે ‘સીએનજી’ કરતાં વધારે માઇલેજ આપે છે.
વાહનોમાં આ ‘એચસીએનજી’ બળતણના કયા લાભ છે?
આ ‘એચસીએનજી’ બળતણના ઉપયોગને કારણે ૫ ટકા બળતણની બચત થઇ શકે.
‘એચસીએનજી’ ના ઉપયોગને કારણે એંજીનોને એ રીતે કેલીબ્રેટ કરી શકાય છે કે જેથી તેઓ પૃથ્વીના વધારે નિમ્ન વાતાવરણમાં અતિ ઓછા પ્રમાણમાં નાઇટ્રોજનના ઓકસાઇડો વિમુકત કરે. જેમને વધારે બોજનું વહન કરવાનું છે, તેવાં વાહનો માટે તે આદર્શ બળતણ બની શકે.
હાઇડ્રોજનના ઊંચા ઓકટેન રેટીંગને કારણે તે વધારે સારું પરફોર્મન્સ આપે. આ ‘એચસીએનજી’ ફયુલના ઉપયોજન બાબતે કયા સંભવિત અંતરાયો છે? ‘હાઇડ્રોજન કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ’ (HCNG)ના નિર્માણ માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર પડે.
હાલમાં હાઇડ્રોજનનો ભાવ કુદરતી ગેસની સરખામણીએ વધારે છે. તેથી આ ‘એચસીએનજી’ એ ‘સીએનજી’ કરતાં વધારે મોંઘો પડે.‘એચસીએનજી’ના નિર્માણમાં હાઇડ્રોજન અને કુદરતી ગેસનો આશાસ્પદ ગુણોત્તર કેટલો રાખવો તે નકકી કરવું પડે. મોટા પાયા પર બજાર ઉપયોગી પેદાશ બનાવવા માટે વધારાના પ્રયત્નો કરવા પડે.
વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી ડીઝલ ઉત્પન્ન કરી આપે તેવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
દહેરાદુનમાં પ્લાસ્ટીકના કચરાને વાહનો માટે ઉપયોગી એવા બળતણમાં ફેરવી આપે તેવા એક પ્લાન્ટનું ભારતની ‘કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રીસર્ચ’ (સીએસઆઇઆર) અને ‘ઇન્ડીઅન ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોલિઅમ’ (આઇઆઇપી) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ભવિષ્યમાં સૌર ઊર્જા, ઇલેકટ્રીસીટી, કુદરતી ગેસ અને વાનસ્પતિક ઓઇલ વિકલ્પો હશે
વર્ષ 2025 સુધીમાં આપણી સામેનો પડકારરૂપ લક્ષ્યાંક વાહનોનાં એંજીનોમાં અશ્મિ બળતણો બળવાથી પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા ઇમીશનોને શૂન્યના સ્તરે લઇ જવાનો છે. આ હેતુને કેન્દ્રમાં રાખતા જેમાં બળતણ તરીકે અમુક નિશ્ચિત પ્રમાણમાં અશ્મિ બળતણ અને / અથવા જૈવ ફયુલના આધારે દોડતી એવી હાઇબ્રીડ કારો દોડાવવાનો હશે. આવાં બળતણોનો ઉપયોગ કરવાની પધ્ધતિઓ, ક્ષમતા અને કિંમતને ધ્યાનમાં લેતાં આવાં બળતણોના વિકલ્પો તરીકે આપણી પાસે સૌર ઊર્જા, ઇલેકટ્રીસીટી, કુદરતી ગેસ અને વાનસ્પતિક ઓઇલ હશે.
કર્ણાટકના સૌર ઊર્જા પ્લાન્ટને વિદ્યુત ઉત્પાદનક્ષમતા બાબતે દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ ગણવામાં આવે છે.